શોધખોળ કરો
Advertisement
Banaskantha: થરાદ-ધાનેરા રોડ પર બે કાર વચ્ચે ટક્કર બાદ બ્રેઝા કારમાં લાગી આગ
બનાસકાંઠાના ધાનેરાના ઝડીયાલી પાસે બ્રેઝા અને અલ્ટો કાર સામ- સામે ટકરાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
બનાસકાંઠા: બનાસકાંઠાના ધાનેરાના ઝડીયાલી પાસે બ્રેઝા અને અલ્ટો કાર સામ- સામે ટકરાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત બાદ બ્રેઝા કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા થોડિવારમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.
થરાદ તાલુકાના ધાનેરા રોડ ઉપર જડીયાલી તરફથી પુરઝડપે આવેલી અલ્ટો કારના ચાલકે રોડ પર ચડી ધડાકાભેર ટક્કર મારી હતી. અલ્ટો કાર અથડાતાં તેમા બેસેલા મુસાફરોને ઇજા થઈ હતી. જેમાં કોઈએ આ અંગે 108ને ફોન કરતા ધાનેરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. સીએચસીમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે ધાનેરા ખસેડાયા હતા.
બીજી બાજુ અકસ્માત બાદ થોડીવાર પછી અચાનક બ્રેઝા કારમાં આગ લાગી હતી. ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવના પગલે બંન્ને બાજુ લોકોનાં ટોળાં સાથે વાહનોની કતારો થતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement