શોધખોળ કરો

Bharuch News: ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં 3 લોકોના મોત, વૃક્ષ માથે પડતા ગયો જીવ

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામ પાસે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અકસ્માતની ઘટના સામે આવી છે.

Bharuch News: ભરૂચના દર્દનાક દુર્ઘટના બની છે. શુક્લતીર્થ નજીક ભારે પવન સાથેના વરસાદમાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા છે. વડનું ઝાડ ધરાશાયી થતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા મહાકાય ઝાડ કાર અને રિક્ષા પર પડ્યું. કારમાં ડ્રાઈવર સહિત 6 લોકો હતા, જેમાંથી બે યુવકના મોત થયા જ્યારે અન્યોને JCBની મદદથી બહાર કઢાયા હતા. તો, રિક્ષામાં બેઠેલી મહિલાનું પણ મૃત્યુ થયું છે. અંકલેશ્વરથી યુવકો કારમાં ક્રિકેટ રમવા આવ્યા હતા એ સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામ પાસે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ, શુક્લતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે પડેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે, રીક્ષામાં સવાર એક મહિલા મુસાફરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અંકલેશ્વરથી કારમાં સવાર થઈ મેચ રમવા આવેલ કેટલાક યુવાનોને પણ ઇજાઓ પહોચી હતી. અકસ્માતના બનાવમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યાં કારમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવા માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. JCBની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય ઈજગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી વધુ 2 યુવાનોના સારવાર દરમ્યાન મોત નીપજ્યાં હતા, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) પડશે.

આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ (Rain) વરસશે. સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે.

તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે. તો પાંચ તાલુકામાંથી એક ઈંચથી વધુ વરસાદ (Rain) વરસ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદાના તિલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યાર અને સોનગઢમાં સવા ઈંચ વરસાદ (Rain) વરસ્યો છે તો અમદાવાદમાં પણ વરસાદ (Rain) નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget