(Source: ECI/ABP News/ABP Majha)
Anand: ભાજપના નેતાએ ભત્રીજાના લગ્નમાં કર્યો જોરદાર તમાશો, વરઘોડામાં ડી.જે.ના તાલે લોકો નાચ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા........
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, એક પણ વ્યક્તિને કોરોનાનો કોઈ ડર નથી અને કોઈ માસ્ક પણ પહેર્યા નથી.
આણંદ(Anand)ના આંકલાવ(Anklav)ના ચમારા ગામમાં ભાજપ(BJP)ના અગ્રણી રાજૂ પઢીયાર(Raju Padhiar)ના ભત્રીજાના લગ્ન પ્રસંગે ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં યુવાનો તલવારો સાથે ઝૂમતા જોવા મળ્યા છે. અહીં કોઈના પણ મોઢા પર માસ્ક જોવા મળ્યું ન હતું.
સોશિયલ મીડિયામાં એક લગ્નના વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. જે ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્ન હોવાનું ખૂલ્યું છે. આણંદના આંકલાવમાં ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્નમાં કોરોના ગાઈડલાઈનના નિયમોના જાહેરમાં ધજાગરા ઉડ્યા છે. વરઘોડોનો એક વીડોય વાયરલ થયા બાદ હોબાળો મચ્યો હતો. તપાસ કરતાં ખબર પડી કે ચમારા ગામના સરપંચના ભત્રીજાનાં લગ્ન હતા. જેમાં ડીજેના તાલે તલવારો સાથે યુવાનો ઝૂમ્યા હતા. કોરોનાના નિયમ ભંગનના ઉલ્લંઘનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, એક પણ વ્યક્તિને કોરોનાનો કોઈ ડર નથી અને કોઈ માસ્ક પણ પહેર્યા નથી. સોશિયલ ડિસ્ટન્સના જાહેરામાં લીરેલીરા ઉડાડ્યા છે અને લોકો ડીજેના તાલે નાચી રહ્યા છે. જોકે હવે જોવાનું એ છે કે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે.
કોરોનાકાળમાં ભાજપના નેતાઓને ગાઇડલાઇનના પાલનનો ખ્યાલ નથી કે નેતાઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવા સવાલો ઉઠ્યા હતાં.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 7, મહેસાણામાં 4, વડોદરા 5, જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5, જૂનાગઢ 5, સુરત 3, બનાસકાંઠા 2, પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0, ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2, નવસારી-0, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3194, સુરત કોર્પોરેશન-823, વડોદરા કોર્પોરેશન 751, મહેસાણામાં 507, વડોદરા 479, જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319, જૂનાગઢ 284, સુરત 269, બનાસકાંઠા 266, પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230, ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123, ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113, નવસારી-108, નર્મદા 90, દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81, અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12 કેસ સાથે કુલ 11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
વીડિયો જોવા માટે ક્લિક કરો અહીં.....