(Source: ECI/ABP News/ABP Majha)
ATS: હનીટ્રેપમાં ફસાયો BSFનો પટાવાળો, પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી પહોંચાડતા ATS એ કરી ધરપકડ
અમદાવાદ: કચ્છ BSFના એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા શખ્સની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નિલેશ નામનો શખ્સ પાકિસ્તાની હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદ: કચ્છ BSFના એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા શખ્સની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નિલેશ નામનો શખ્સ પાકિસ્તાની હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાની માહિતી સામે આવી છે. આ માહિતીના બદલામાં 25 હજારથી વધુ રૂપિયા પણ મેળવ્યા હતા. આરોપી જાન્યુઆરીથીથી પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો. મળતી માહિતી પ્રમાણે પેટીએમ મારફતે પેમેન્ટ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે.
આ યુવક અદિતિ નામની યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. આરોપી અદિતિ નામની યુવતીને માહિતી મોકલતો હતો. હનીટ્રેપમાં ફસાઈ યુવકે પાકિસ્તાન માટે જાસુસી કરી હોવાની માહિતી સામે આવી છે. વોટસએપ મારફતે અદિતિ નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. આરોપી દ્વારા આસપાસના વિસ્તારોમાં નવા બાંધકામ કે અન્ય ડેવલેપમેન્ટ કામ વિશે માહિતી આપવામાં આવતી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ એક અધિકારીએ શિક્ષણ અને આરોગ્યની ખોલી પોલ
વધુ એક અધિકારીએ ખોલી ગુજરાતના આદિવાસી વિસ્તારના શિક્ષણ અને આરોગ્ય વિભાગની પોલ ખોલી છે. આઈ.એ.એસ. ધવલ પટેલ બાદ જી.એ.એસ કેડરના અધિકારી અને પંચમહાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાએ શિક્ષણ અને આરોગ્ય વિભાગની લાલીયાવાડીની પોલ ખોલી છે.
શિક્ષકો સામાન્ય પ્રશ્નોના ઉત્તરો પણ આપી શક્યા ન હતા
પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ ખરાબ હોવાની માહિતી સામે આવી છે. ગત 5 જુલાઈના રોજ 15માં નાણાંપંચની ગ્રાન્ટના કામો ચેક કરવા નીકળેલા ડેપ્યુટી ડીડીઓ એચ.ટી.મકવાણાએ શાળા અને આરોગ્ય કેન્દ્ર પર અચાનક વિઝીટ કરી હતી. જોજ અને પાધોરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામાન્ય પ્રશ્નોના ઉત્તરો પણ આપી શક્યા ન હતા. તેજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિ પત્નીમાંથી પત્ની ગેરહાજર જોવા મળ્યા તો સાથે કોઈ ઓનલાઈન હાજરી પણ પુરેલ નહોતી.
ડોકટર સહિતનો સ્ટાફ સમય પહેલાં જ રફુચક્કર થઈ ગયો
પાધોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર સહિતનો સ્ટાફ સમય પહેલાં જ રફુચક્કર થઈ ગયેલો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને પંખો,મોર,દીવાલના અંગ્રેજીમાં સ્પેલિંગ અને નામ પૂછતાં કોઈ જવાબ ન આપી શક્યા હોવાની ડીડીઓએ કરી છે. શિક્ષકો પણ ગણિતના જવાબ આપતા ગૂંચવાયા હતા.