શોધખોળ કરો

અમદાવાદ અને મહેસાણામાં ઢોર પકડવા ગયેલી ટીમો પર હુમલો, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

અમદાવાદ બાદ મહેસાણામાં પણ ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર હુમલો થયો હતો

અમદાવાદ બાદ મહેસાણામાં પણ ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર હુમલો થયો હતો. એક જ સપ્તાહમાં વિસનગરમાં બીજી ઘટના બની હતી. કેટલાક પશુ પાલકોએ લાકડી સહિત અન્ય હથિયારો સાથે ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કર્યો હતો.

એટલું જ નહીં પશુ પકડવા અહીં કેમ આવો છો તેમ કહીને ધમકાવવામાં પણ આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.  હુમલામાં કેટલાક કર્મચારી ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ મળી રહ્યા છે. જો કે એક સાથે 15થી 20 લોકો એકઠા થઈ જતા ઢોર પકડવા ગયેલી પાર્ટીના કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પશુપાલકો સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ અને મહેસાણામાં ઢોર પકડવા ગયેલી ટીમો પર હુમલો, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

બીજી તરફ અમદાવાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર ફરી હુમલો થયો હતો. સોમવારે મોડી રાત્રે AMCની ટીમ પર સરખેજના મકરબા વિસ્તારમાં હુમલો થયો હતો. કેટલાક શખ્સોએ પથ્થરમારો પણ કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જો કે ઘટનામાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી. જ્યારે કેટલાક લોકો ઢોરને છોડાવીને ફરાર થયા હતા. ઘટનાની જાણ થતા સરખેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઢોર પકડતા કર્મચારીઓ અને એએમસીના વાહનનોને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ચાર પુરુષ અને ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. AMCના સિનિયર સેક્શન ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ અને મહેસાણામાં ઢોર પકડવા ગયેલી ટીમો પર હુમલો, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

રખડતા ઢોર નિયંત્રણ પોલીસીને લઈ રાજકોટમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે. મેયર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. ઢોર પકડ કામગીરીમાં વિક્ષેપ કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે. મહાનગરપાલિકા આજથી ઢોર પકડવાની કામગીરી કડક રીતે કરશે. જે ઢોર પકડવાની કામગીરીમાં પોલીસ પણ સાથે રહેશે.

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં CNCD વિભાગે છેલ્લા બે મહિનામાં શહેરમાંથી 5352 પશુ પકડ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં 3320 અને ઓક્ટોબર મહિનામાં 2032 પશુ પકડવામાં આવ્યા હતા. એપ્રિલ 2023 થી ઓક્ટોબર 2023 સુધીમાં શહેરમાથી 11107 પશુ પકડાયા હતા. 6135 પશુઓને સંચાલકોએ ન છોડાવતા ઢોરવાડામાં ખસેડવા કામગીરી કરી હતી. રખડતા શ્વાન મામલે પણ છેલ્લા બે મહીનામાં 6721 શ્વાનનું ખસીકરણ કરાયું હતું. સપ્ટેમ્બર 2023 માં 3742 અને ઓક્ટોબર 2023 માં 2979 શ્વાનના ખસીકરણ કરાયું હતું. એપ્રિલ 2023 થી ઓક્ટોબર 2023 સુધીમાં 26682 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારીની જાહેરાત બાદ શહેરમાં 2310 નવા પશુઓના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget