સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાના ખાસ માણસની લોકોને ગાળાગાળી સાથે ખુલ્લી ધમકી, ગામ સમરસ ના થાય તો......
ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં વિવાદ સર્જાયો છે
અમરેલીઃ ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં વિવાદ સર્જાયો છે.
સરપંચની ચૂંટણી કેટલાક ગામોમાં આક્રમક બની છે ત્યારે અણરેલી જિલ્લાના લીલીયાના ભેસવડી ગામ ચૂંટણીલક્ષી સભામાં ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં હોબાળો થયો હતો. અમરેલી મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અને ભૂતપૂર્વ મંત્રી દિલીપ સંઘાણીના અંગ અરૂણ પટેલે અશ્લીલ શબ્દો ઉચ્ચારીને ગાળાગાળી કરાતાં ગ્રામજનો દ્વારા હોબાળો કરાયો હતો. અમરેલીના ભેંસવડી ગામમાં ચૂંટણી ન યોજાય અને ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે ભાજપના આગેવાન અરૂણ પટેલે ગ્રામસભા બોલાવી હતી. જોકે, આ દરમિયાન ગ્રામ સભામાં ભાજપના આગેવાને બેફામ શબ્દો બોલતા હોબાળો થયો હતો.
અરૂણ પટેલના વાણી વિલાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અરૂણ પટેલે ધમકી આપી છે કે, આ વખતે પણ ગામ સમરસ નહીં થાય તો ગામ સળગી જશે. ઘણા વર્ષોથી ભેંસવડી ગામમાં ચૂંટણી યોજાતી નથી. જોકે, આ વખતે સરપંચ પદ માટેના ફોર્મ ભરવામાં આવ્યાં છે. જેને લઈ ભાજપના અગ્રણીએ ગામ પંચાયત સમરસ થાય તે માટે ગ્રામ સભા બોલાવી હતી.દરમિયાન તેઓએ જાહેરમાં ગામને ગાળો ભાંડી દેતા ગામમાં રોષનો માહોલ ઉભો થયો છે. લોકોને સંબોધતા અરુણ પટેલે કહ્યું કે તમારે ચૂંટણી યોજવી જ હોય અને ગામને સળગાવી જ દેવું હોય તો સળગાવી દીયો. ગામમાં ઝૂંપડું સળગે કે ગમે તે થાય અને ગામમાં દારૂ વહેચાય તો મને ના કહેતા. મારામાં તેવડ છે અસામાજિક તત્વોને કાઢવાની તેમજ તમારામાં તેવડ હોય તો અસામાજીક તત્વોને કાઢો.
અરૂણ પટેલે આ ઘટના બની હોવાનું સ્વીકાર્યું છે. ગત ૬ નવેમ્બરની રાત્રે ઘટના બની હોવાનું અરૂણ પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભેસવડી ગામ છેલ્લા ૩૫ વર્ષથી સમરસ થાય છે. માત્ર ૮૦૦ લોકોની વસ્તી ધરાવતું ગામ છે