અમરેલીના ખાંભામાં લૂંટના ઇરાદે દંપત્તિ પર હુમલો, પત્નીનું મોત
અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામમાં લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી
અમરેલીઃ અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામમાં લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામના હરજીભાઈ અને તેમની પત્ની પર લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો. જેમાં કમળાબેનનું મોત થયું છે. તો તેમના પતિ હરજીભાઈને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિત આગેવાનો બનાવ સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે.
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, નવા 21,566 કેસ નોંધાયા, 45ના મોત
India Corona Cases Today: ચોથી કોવિડ વેવની આશંકા વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં ફરી એકવાર 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,566 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 45 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,48,881 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં 18,294 દર્દીઓ આ જીવલેણ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે અને આ સંખ્યા વધીને 4,31,50,434 થઈ ગઈ છે. હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,38,25,185 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 5,25,870 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 3,227 નો વધારો થયો છે. દેશમાં હાલમાં સકારાત્મકતા દર 4.25% છે.