શોધખોળ કરો

Amareli News: રેલવે ટ્રેક પર ગાયો આવી જતાં ભયંકર દુર્ઘટના,ટ્રેનની અડફેટે આવતા 24 ગાયોના કરૂણ મોત

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા 24 જેટલી ગાયોના મોત થયા છે.

Amareli News:અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અહીં સુરત- મહુવા  ટ્રેનની અડફેટે આવી જતાં 24 જેટલી ગાયોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ સ્થળે અનેક વખત અકસ્માત થાય છે. અગાઉ આ જ સ્થળ પર ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના બની છે. 24 જેટલી ગાયોના ટ્રનમાં કચ્ચણઘાણ  નીકળી જતાં દુર્ઘટનાના પગલે રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.  

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે ટ્રેન પસાર થવાના સમયે ફાટક પાસે ટ્રેક પર ગાયો આવી ગઇ હતી અને ઘસમસતી ટ્રેનમાં ગાયોનો કચ્ચણઘાણ વળી ગયો હતો.  દુર્ઘટનાના પગલે ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પણ થોડો સમય માટે ગભરાય ગયા હતા. ડ્રાઇવરે ગાયોને બચાવવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. જેથી પણ ટ્રેનમાં અંદર અફરાતફરી મચી ગઇ હતી. 24 જેટલી ગાયોના મોત થઇ જતાં ટ્રેન પણ ઘટનાસ્થળે 25 મિનિટ રોકાઇ હતી તેમજ ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ઘટના રાત્રિના સમયે બની હતી. ઘટના પગલે જીવદયા પ્રેમીમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.

તો બીજી તરફ દાહોદમાં  ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર પાટીયાઝોલ ગામના તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભીષણ હતો કે છ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. 

આ પણ વાંચો 

India vs Pakistan: જો તમે કાર લઇને ભારત-પાકિસ્તાનની મેચ જોવા જવાના છો તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી

VIDEO: તો શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે શુભમન ? મેચ અગાઉ અમદાવાદ પહોંચ્યો ગિલ

India vs Pakistan: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટને લઇને કરાયુ બે મિત્રોનું અપહરણ, 24 હજાર રૂપિયા પડાવ્યા

નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, આ દિવસે વરસાદની કરાઇ છે આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget