બિલિમોરાની મુસ્લિમ યુવતીને હિંદુ યુવક સાથે બંધાયા સંબંધ, બંનેએ કર્યાં લગ્ન, પતિ ગયો દુબઈ ને...........
બીલીમોરા વાંકા મહોલ્લામાં રહેતી યુવતીની માતા વહીદા ઇકબાલ સૈયદે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, બીલીમોરાની મુસ્લિમ યુવતી અને નવસારીનો હિન્દુ યુવક,
અમદાવાદઃ નવસારીના બીલીમોરામાં એક પ્રેમ પ્રસંગનો કરુણ અંજામની ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ યુવતીને હિંદુ યુવક સાથે બંધાયા સંબંધા અને બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા, જોકે, બાદમાં બન્ને વચ્ચે તકરાર થતાં તેનો કરુણ અંજામ આવ્યો છે. બન્ને વચ્ચે પુત્રીને લાવવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ હતુ, અને બાદમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. ખરેખરમાં, બીલીમોરાની મુસ્લિમ યુવતી અને નવસારી વિજલપોરના મહારાષ્ટ્રીયન યુવક વચ્ચે સચિન ખાતે નોકરી દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ થયો અને બાદમાં પ્રેમલગ્ન કરી લીધા હતા.
બીલીમોરા વાંકા મહોલ્લામાં રહેતી યુવતીની માતા વહીદા ઇકબાલ સૈયદે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, બીલીમોરાની મુસ્લિમ યુવતી અને નવસારીનો હિન્દુ યુવક, બંને દુબઇ નોકરી કરવા ગયા હતા. જે બાદ પત્ની સાથે તેને અને પુત્રીને તેના વિજલપોર ખાતેના ઘરે લઇ જવા બાબતે ઝઘડો થતા ઉશકેરાયેલા પતિએ ચપ્પુના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.
પોલીસ ફરિયાદ અનુસાર, પુત્રી મોનાઝ સચિન ખાતે એક શો રૂમમાં નોકરી કરતી હતી. જ્યાં નવસારી વિજલપોરના સંદીપ આહીર સાથે પ્રેમ થયો હતો, બાદમાં સંદીપ મોનાઝને ઈન્દોર ભગાડી ગયો હતો અને હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. બે-ત્રણ માસ પછી તેઓ બન્ને આવી ગયા હતા અને બાદમાં થોડો સમય બંને દુબઈ નોકરી કરવા ગયા અને ત્યાંથી પણ પરત આવી બીલીમોરા ખાતે રહેતા હતા. જ્યારે સચિન એકલો દુબઈ ગયો હતો અને જાન્યુઆરીમાં પરત આવીને વિજલપોર રહેતો હતો.
ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી-
પરંતુ ગઇ બીજી તારીખે સંદીપ પુત્રી સોહાને વિજલપોર સાથે લઇ જવા આવ્યો હતો. જો કે સાસુ વહીદાએ ના પાડતા સંદીપનો મોનાઝ સાથે સોહાને વિજલપોર લઇ જવા બાબતે ઝઘડો થયો હતો. શનિવારે સાંજે મોનાઝ તેની પુત્રી સોહાને લઇને આવતી હતી, ત્યારે સંદીપ મોપેડ લઇને ઊભો હતો. બન્ને વચ્ચે ઝઘડો થયો અને સંદીપે મોનાઝને પેટના ભાગે ચપ્પુ મારીને તેની હત્યા કરી નાંખી હતી.
આ પણ વાંચો........
Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર
BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ
Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો
Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો