(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં વાવાઝોડુંએ ક્યાં કેવી સર્જી તબાહી,. સૌરાષ્ટ્રના કોટડા, માઢવાડ બંદરો બેટમાં ફરેવાયા
તૌકતે વાવાઝડું રાત્રે ગુજરાતને હિટ કરતાં ભારે પવન સાથે વરસાદનો માહોલ જામ્યો હતો. વાવાઝડાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલી જગ્યાં ઝાડ પડી ગયા તો સૌરાષ્ટ્રના બંદરો બોટમાં ફરેવાયા છે. વાવાઝડાની ક્યાં શું અસર થઇ જાણીએ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે રાત્રે વરસાદ શરૂ થઇ જતાં વીજળી ગુલ થઇ ગઇ હતી. રાજકોટ ઉપલેટા, ધોરાજીમાં રાત્રે પવન સાથે વરસાદ વરસતાં વિજળી ગુલ થઇ ગઇ ગઇ હતી. તો કેટલીક જગ્યાં વૃક્ષો ધરાશાયી થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું મહેસાણા જિ્લ્લામાં 9થી બુઘવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ત્રાટકશે. આ પહેલા તંત્ર દ્રારા સાવધાનીના પગલા રૂપે હોર્ડિગ્સ હટાવવાની કામગીરી કરાઇ હતી.
ઉનામાં તૌકતે વાવાઝડું ત્રાટકતાં કાચા ઘરના નળિયા ઉડી ગયા હતા. ગીર સોમનાથમાં વાવાઝોડાના પગલે 10થી12 ફૂટનાં મોજા ઉછળ્યાં હતા, સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાના પગલે ઉનામાં 14 હજાર 268 લોકોનું સ્થળાંતર કરાયું છે. સુત્રાપાડામાં પણ 5423 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. કોડીનારમાં 6891 લોકોને સાવધાની ભાગ રૂપે સલામત સ્થળે ખસેડાયા હતા. વાવાઝોડના પગેલ તંત્ર દ્રારા એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ છે.
તૌકતે વાવાઝડુંની સૌથી વધુ અસર ભાવનગર, જૂનાગઢ, ભાવનગરમાં જોવા મળી હતી. વાવાઝોડની સૌથી વધુ અસર ભાવનગર જિલ્લામાં જોવા મળી અહીં 150થી વૃક્ષો ધરાશાયી થયા છે. પાલીતાણામાં અને મહુવામાં રાત્રે 5 ઇંચ વરસાદ ખાબકયો છે.
ભાવનગરના પાલીતાણાના નવાગામ બડેલી ખાતે મકાનનું છાપરું પડતાં પિતા-પુત્રીના મોત કરૂણ મોત થયા છે. ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામમાં રૈયાબેન રણછોડભાઈ સરવૈયા (ઉ. વ. ૭૦) નામના વૃદ્ધા પતરાં વાળુ ઘર ધરાશાયી થવાથી મોત થયું છે.
વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.