શોધખોળ કરો

ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની મુદ્દતમાં કરાયો વધારો, જાણો હવે ક્યાં સુધી લાગુ રહેશે ?

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19  સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તારીખ 30  એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. 

ગાંધીનગર:  અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના(Corona) સંક્રમણને લઈ નાઈટ કર્ફ્યુ (Night curfew)ની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે.  ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે.  રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. જોકે નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો ને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે. 

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19  સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તારીખ 30  એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. 

આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તારીખ 15 એપ્રિલ-2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  

રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં  1 મોત સાથે કુલ 10  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે. 

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ  કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43,  ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13,  ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

Embed widget