BJP: વિજાપુરમાં આજે ભાજપનો ભરતી મેળો, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરિયો ધારણ કરશે સી.જે ચાવડા
BJP: સી. જે ચાવડાની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાશે
BJP: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ચાવડા ભાજપમાં જોડાશે. બપોરે બે વાગ્યે વિજાપુરમાં મુખ્યમંત્રીના હસ્તે સી.જે.ચાવડા વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરશે. સી. જે ચાવડાની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાશે.
સી.જે.ચાવડાની સાથે કોણ ભાજપમાં સામેલ થશે
વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાશે. સાથે જ કોગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ, કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ કેસરિયો કરશે. કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાશે.
સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે કોંગ્રેસે શું કહ્યું હતું
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું, કોંગ્રેસ નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે. ‘લોકશાહીમાં માન્ય ન ગણાય એવી રીતે એજન્સીઓના દૂર ઉપયોગથી નેતાઓને ડરાવાય છે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલા મારી સાથે ફોન પર રડ્યાં છે, સરકારે પરિસ્થિતિ વિકટ કરતા ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે સી.જે.ચાવડાએ ભાજપના ભરપેટ વખાણ કર્યાં હતા. મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કૉંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા માંગતો નથી.
કોણ છે સી, જે ચાવડા
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી હાર્યા હતા.