રાહુલ ગાંધીનું ચિંતન શિબિરમાં સંબોધનઃ કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતીએ આપી
ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ચિંતન શિબિરમાં નેતાઓ અને આગેવાનોને સંબોધી રહ્યા છે. ગુજરાતમાં મને ઘણું સારું લાગે છે.
દ્વારકાઃ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ચિંતન શિબિરમાં નેતાઓ અને આગેવાનોને સંબોધી રહ્યા છે. ગુજરાતમાં મને ઘણું સારું લાગે છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી પેદા થઈ છે. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતીએ આપી. રાહુલ ગાંધીએ દ્વારકા ખાતે મહાભારત યુદ્ધની વાત કરી હતી. આ સાથે પૂજારીએ તેમને કરેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આજે દ્વારકા પહોંચેલા રાહુલ ગાંધીનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. દ્વારકા પહોંચતા જ રાહુલ ગાંધી સીધા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. દ્વારકાધીશના દર્શન પછી તેઓ માધવ ડાઇનિંગ હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા.
ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. બપોરે રાહુલ ગાંધી દ્વારકા આવી પહોંચ્યા હતા. દ્વારકા પહોંચતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી ભોજન પછી ચિંતન શિબિરમાં પહોંચ્યા હતા. 3 સ્થળોએ રાહુલ ગાંધીનું ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત કરાયું હતું.