Gujarat Corona Analysis : 11 જિલ્લાઓથી સામે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
આ જિલ્લાઓની વાત કરીએ તો સૌથી ઓછા એક્ટિવ કેસો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 14 છે. આ પછી ડાંગમાં 15 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત મોરબીમાં 26 અને પંચમહાલમાં 50 એક્ટિવ કેસો છે. આ સિવાયની જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠામાં 81, છોટાઉદેપુરમાં 62, દાહોદમાં 76, દેવભૂમિ દ્વારકામાં 66, નર્મદામાં 78, પોરબંદરમાં 96 અને તાપીમાં 68 એક્ટિવ કેસો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બન્યા પછી હવે સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને એક પછી એક જિલ્લાથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધતા અને નવા કેસોમાં ઘટાડો નોંધાતા એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્યમાં હવે 11 જિલ્લા એવા સામે આવ્યા છે કે જ્યાં 100થી ઓછા એક્ટિવ કેસો છે. એમાંથી પણ 4 જિલ્લા તો એવા છે જ્યાં 50 કે તેથી પણ ઓછા એક્ટિવ કેસો રહ્યા છે.
આ જિલ્લાઓની વાત કરીએ તો સૌથી ઓછા એક્ટિવ કેસો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 14 છે. આ પછી ડાંગમાં 15 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત મોરબીમાં 26 અને પંચમહાલમાં 50 એક્ટિવ કેસો છે. આ સિવાયની જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠામાં 81, છોટાઉદેપુરમાં 62, દાહોદમાં 76, દેવભૂમિ દ્વારકામાં 66, નર્મદામાં 78, પોરબંદરમાં 96 અને તાપીમાં 68 એક્ટિવ કેસો છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 778 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.80 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16162 પર પહોંચ્યો છે. જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર અને 15799 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.80 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
વડોદરા કોર્પોરેશન 131, અમદાવાદ કોર્પોરેશનમાં 113, સુરત કોર્પોરેશન 76, વડોદરા 50, જૂનાગઢ 42, સુરત 39, ભરૂચ 27, ગીર સોમનાથ 24, રાજકોટ કોર્પોરેશન 24, રાજકોટ 23, આણંદ 19, પંચમહાલ 17, જામનગર કોર્પોરેશન 15, મહેસાણા 15, નવસારી 12, વલસાડ 12, ખેડા 11, બનાસકાંઠા 10, ભાવનગર કોર્પોરેશન 9, જામનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, કચ્છ 9, સાબરકાંઠા 9, ગાંધીનગર કોર્પોરેશન 8, અમદાવાદ 7, અમરેલી 7, ભાવનગર 7, દેવભૂમિ દ્વારકા 7, અરવલ્લી 5, ગાંધીનગર 5, મહીસાગર 5, પાટણ 5, નર્મદા 4, સુરેન્દ્રનગર 4, દાહોદ 3, પોરબંદર 3, છોટા ઉદેપુર 1, મોરબી 1, તાપી 1, બોટાદ 0 અને ડાંગ 0 કેસ સાથે કુલ 778 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત ?
વડોદરા કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 1, સુરત 1, ભરૂચ 1, રાજકોટ 1, મહેસાણા 1, સાબરકાંઠા 1, અમરેલી 1 મોત સાથે કુલ 11 મોત થયા છે.
રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,51,192 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.80 ટકા છે. રોનાથી કુલ મૃત્યુઆંક 9944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.