શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1414 દર્દીએ આપી કોરોનાને મ્હાત, નવા 1311 કોવિડ-19 કેસ નોંધાયા
Gujarat Corona Cases 7 October 2020: રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,11,020 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1311 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3531 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,485 એક્ટિવ કેસ છે, જ્યારે 1,26,657 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,399 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,46,673 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં 173, સુરતમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 80, જામનગર કોર્પોરેશનમાં 65, મહેસાણા 53, રાજકોટ 48, વડોદરા 43, અમરેલી 33, બનાસકાંઠામાં 33, જામનગરમાં 28, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 27-27 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1414 દર્દી સાજા થયા હતા અને 51,385 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 48,06,040 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.35 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,11,020 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,10,611 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 409 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion