Gujarat Election 2022: હાલોલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલોલમાં ભવ્ય રોડ શો કર્યો.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલોલમાં ભવ્ય રોડ શો કર્યો છે. આ રોડશોમાં મોટાપાયે લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપના ગઢને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે 20મી નવેમ્બરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 22મી નવેમ્બર સુધી ચૂંટણી પ્રચાર કરશે. આજે હાલોલમાં અરવિંદ કેજરીવાલ દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. 21મી નવેમ્બરે અમરેલીમાં રોડ શો કરાશે. 22મી નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયામાં જાહેરસભા સંબોધીને ઈસુદાન ગઢવીના માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મત માંગશે. બાદમાં સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શો કરીને આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં રોડ શો કરશે અને સુરતના આપ ઉમેદવારો માટે રાત્રે 9 વાગ્યે જાહેરસભા સંબોધીને મત માગશે.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં હાલોલ ખાતે રોડ શો #LIVE https://t.co/zaraKgxpoj
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 20, 2022
Gujarat Election 2022: અશોક ગેહલોતે માર્યો ટોણો, ભાજપની ગૌરવયાત્રા નિષ્ફળ, PM મોદીને દર અઠવાડિયે ગુજરાત આવવું પડે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને વાતાવરણ ગરમાયું છે. એક બાદ એક નેતા વિરોધી પાર્ટીઓ પર વાર પર વાર કરી રહ્યા છે. હવે આ કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજકોટ ખાતે બીજેપી પર પ્રહાર કર્યા છે. રાજકોટમાં અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી અને બીજેપીને આડે હાથ લીધી હતી.
તેમણે કહ્યું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીંયા આવીને ખોટા વાયદાઓ કરે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં નથી આવ્યા. પીએમ મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયું છે. મેઘા પાટકર અંગે પીએમના નિવેદન અંગે પણ અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, આ કોઈ કોંગ્રેસની યાત્રા નથી. અમે મેઘા પાટકરને રોકી ના શકીએ. તેઓ એનજીઓ તરીકે આવ્યા હતા. તેઓ આ યાત્રામાં રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ કરવા માટે આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ. ભાજપના પોતાના જ રાજ્યમાં આવી ખરાબ સ્થિતિ છે.