શોધખોળ કરો

ગુજરાતમાં 5 મેથી રૂપાણી સરકાર લોકડાઉન લાદશે ? ટાસ્ક ફોર્સની ભલામણના પગલે રૂપાણી સરકાર આજે કરશે જાહેરાત ?

રાજ્યમાં કુલ કેસોનો આંકડો ૬,૦૭,૪૨૨ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાએ કુલ ૭૬૪૮ લોકોનો ભોગ લીધો છે. ૪,૫૨,૨૭૫ લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. હાલ ગુજરાતમાં ૧,૪૭,૪૯૯ એક્ટિવ કેસ છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) થોડો ઘટાડો થયો છે. જોકે તેમ છતાં હજુ તેનો કહેર ઓછો થયો નથી. હાલ રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યૂ (Night Curgew)અમલમાં છે. એટલું જ નહીં,કેટલાંય શહેરો અને ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન છે તેમ છતાંય કોરોનાના કાબૂ બહાર છે. ગુજરાતના ટોચના અખબાર ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે,  રાજ્ય સરકારે હવે ગુજરાતભરમાં સંપૂર્ણ લોકડાઉન (Gujarat Lockdown) લાદવાની દિશામાં વિચારણા હાથ ધરી છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી વધુને વધુ વકરી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસોનો આંકડો ૬,૦૭,૪૨૨ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાએ કુલ ૭૬૪૮ લોકોનો ભોગ લીધો છે. ૪,૫૨,૨૭૫ લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. હાલમાં ગુજરાતમાં ૧,૪૭,૪૯૯ એક્ટિવ કેસ છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે (Coronavirus Second Wave) હાહાકાર મચાવ્યો છે. અત્યારે એવી સ્થિતી છેકે, દર્દીઓને હોસ્પિટલમાં પથારી મળી રહી નથી. હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે જેના કારણે દર્દીઓને દાખલ કરાતાં નથી. ખાનગી હોસ્પિટલો જ નહીં, ૯૦૦ બેડની હોસ્પિટલ,એસવીપી,શારદાબેન અને એલજી હોસ્પિટલમાં ય નો-બેડના પાટિયા ઝુલી રહ્યાં છે. આ સ્થિતીને કારણે કેટલાંય દર્દીઓ ઘેર જ સારવાર લેવા મજબૂર બન્યાં છે. શહેરો જ નહીં, ગામડાઓમાં ય કોરોનાની સ્થિતી વધુ બગડી છે.

હવે ડૉક્ટરો,વેપારી સંગઠનો,ધાર્મિક-સામાજીક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સામે ચાલીને ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન કરવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, ઓડિશા,રાજસ્થાન, હરિયાણા,મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તો સંપૂર્ણ લોકડાઉન લદાયુ છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચારણા કરી છે.ે ટાસ્ક ફોર્સના એક સભ્યએ પણ જણાવ્યું કે,રાજ્ય સરકારને લેખિતમાં લોકડાઉન કરવા ભલામણ કરી છે. કેમકે, રાત્રિ કરફ્યૂ, સ્વયંભૂ લોકડાઉનના નિયંત્રણો લદાયા પછીય કોરોનાની સ્થિતીમાં કોઇ ફેર પડયો નથી.

ભાજપના ધારાસભ્યો-નેતા અને કાર્યકરોને ગરીબોને અનાજ,ભોજન પુરુ પાડવા સૂચના અપાઇ છે. ગામડાઓમાં કોવિડ કેર પણ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવી રહ્યાં છે. તા.૫મીએ રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે. સરકારે રાત્રિ કરફ્યૂની અવધિ લંબાવાવવાને બદલે સંપૂર્ણ લોકડાઉન કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.

દેશના કયા મોટા વેપારી સંગઠને દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી માંગ ?

Coronavirus Cases India:  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે કરોડને પાર, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ટોપ સ્ટોરી

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

વિડિઓઝ

Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Embed widget