શોધખોળ કરો

Gujarat Monsoon: રાજ્યમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ, જાણો એક ક્લિકમાં

રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થતાં ધરતીપુત્રોને સૌથી મોટી રાહત થઈ છે. સુકાતા પાકને જીવતદાન મળ્યું છે.

Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. શહેરના નિકોલ, નરોડા, બાપુનગર, ઈન્ડિયાકોલોની, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા.

  • તાપી જિલ્લામાં આજે પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ યથાવત રહ્યો. ઉચ્છલ તાલુકામાં મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ. સવારથી ધીમીધારે છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણ માં પ્રસરી ઠંડક પ્રસરી હતી.
  • નડિયાદમા ગઇકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નડિયાદના વૈશાલી ગરનાળુ, માઇમંદિર ગરનાળુ પાણીમા ગરકાવ થયું હતું. આ ઉપરાંત નડિયાદનો રબારીવાડ વિસ્તાર પણ પાણીમા ગરકાવ થયો, રબારીવાડ વિસ્તારમા પાણી ભરાતા તમામ હોસ્પિટલમા આવતા જતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે.

Gujarat Monsoon: રાજ્યમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ, જાણો એક ક્લિકમાં

  • ડાંગ જિલ્લામાં આજે પણ વહલી સવાર થી વરસાદી માહોલ છે. જિલ્લામાં વરસાદના પગલે અંબિકા, ખાપરી, પૂર્ણમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે. ડાંગ જિલ્લામાં અનેક કોઝવે ઉપરથી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો.
  • દાહોદ જીલ્લામા વરસાદી માહોલ છે. દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. દાહોદ, સંજેલી, ગરબાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. વરસાદને પગલે વાતવરણમા ઠંડક પ્રસરી છે. સારા વરસાદને લઈ ખેડૂતોમા આનંદની લાગણી ફેલાઈ હતી.
  • સુરતમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. વરસી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. માંડવી તાલુકામાં વરસાદના પગલે નદી, નાળા, કોતરો ફરી ઉભરાયા છે. માંડવીના મુંઝલાવ ગામે વાવ્યા ખાડીના પાણી લોલેવલ બ્રિજ પર ફરી વળ્યાં છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરંભાયો છે.
  • નવસારી શહેર અને જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં 1 ઇંચ,
    નવસારી 1 ઇંચ, ગણદેવીમાં  2 ઇંચ, ચીખલીમાં 2 ઇંચ, વાસદામાં 2 ઇંચ , ખેરગામમાં 4 ઇંચ વરસાજ નોંધાયો છે.

Gujarat Monsoon: રાજ્યમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ, જાણો એક ક્લિકમાં

આગામી 4 દિવસની વરસાદી આગાહી

  • 10 સપ્ટેમ્બરઃ અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
  • 11 સપ્ટેમ્બરઃ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસાર, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
  • 12 સપ્ટેમ્બરઃ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
  • 13 સપ્ટેમ્બરઃ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 

Embed widget