Gujarat New CM : નીતિન પટેલ સતત ત્રીજી વખત સીએમ બનવાથી ચૂક્યા
Gujarat New CM: ભૂપેન્દ્ર પટેલ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.
![Gujarat New CM : નીતિન પટેલ સતત ત્રીજી વખત સીએમ બનવાથી ચૂક્યા Gujarat New CM: Nitin Patel third time missed CM designation Gujarat New CM : નીતિન પટેલ સતત ત્રીજી વખત સીએમ બનવાથી ચૂક્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23104650/dc-Cover-h9c5a6qe889taiolcjkn8hugv2-20171122151338.Medi_.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.
તેઓનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.
વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ ઉપરાંત નવા મંત્રી મંડળમાં કયા કયા નેતાઓને સ્થાન આપવામાં આવશે તેને લઈને પણ વિવિધ અટકળો થઈ રહી હતી. રવિવારે બપોરના સમયે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમડ સી.આર. પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ધારાસભ્ય દળની બેઠકમાં પુરૂષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું.
2014માં મોદી પીએમ બન્યા બાદ પણ નીતિન પટેલનું હતું નામ
2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નીતિન પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે વખતે તેમણે ખુદ મિડીયા સમક્ષ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું. જો કે તે સમયે નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રી આનંદીબહેન પટેલનું નામ આગળ કરતાં ખુદ અમિત શાહે તેમના નામ સાથે સંમતિ દર્શાવતાં નીતિન પટેલનું પત્તુ કપાઇ ગયું હતું.
આનંદીબેનના રાજીનામા વખતે પણ હતા દાવેદાર
બીજી વખત જ્યારે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેઓ ફરી ચિત્રમાં આવ્યા હતા. એ સમયે પણ તેમની નજીકના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના નવા મુખ્યમંત્રી નીતિન પટેલ છે અને અમે તેની તૈયારી કરી રહ્યાં છીએ. જો કે બીજી વખત અમિત શાહની પસંદ વિજય રૂપાણી રહ્યાં હતા પરંતુ નીતિન પટેલની નારાજગીના કારણે છેવટે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. જો કે એ સમયે નાણા જેવો મહત્વનો વિભાગ નહીં આપતાં તેમણે હોદ્દો સ્વિકાર્યો ન હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)