(Source: ECI/ABP News/ABP Majha)
હેર સલૂન બાદ જિમ માટે ગુજરાત પોલીસે બહાર પાડી ગાઇડલાઇન
હેયર કટિંગ સલૂન બાદ જિમ માટે ગુજરાત પોલીસે માર્ગદર્શિકા બહાર પાડી છે. ગુજરાત પોલીસની માર્ગદર્શિકા અનુસાર, પ્રશિક્ષક અને તાલીમાર્થીઓએ બંને ડોઝ લેવાનું ફરજીયાત રહેશે.
ગાંધીનગરઃ હેયર કટિંગ સલૂન બાદ જિમ માટે ગુજરાત પોલીસે માર્ગદર્શિકા બહાર પાડી છે. ગુજરાત પોલીસની માર્ગદર્શિકા અનુસાર, પ્રશિક્ષક અને તાલીમાર્થીઓએ બંને ડોઝ લેવાનું ફરજીયાત રહેશે. તે સિવાય તાલીમાર્થીઓએ કસરત દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત છે. તે સિવાય સેનેટાઇઝર અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું પણ જરૂરી છે. ઉપરાંત જિમની કુલ ક્ષમતાના 75 ટકા તાલીમાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. નોંધનીય છે કે આ અગાઉ ગુજરાત પોલીસે હેર સલૂન અને બ્યુટી પાર્લર માટે ગાઇડલાઇન જાહેર કરી હતી.
ગુજરાત પોલીસની ગાઇડલાઇન અનુસાર હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે.ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા જોઇએ. આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?