શોધખોળ કરો

Gujarat Weather Update: ભુજમાં કરા પડ્યા, ભરૂચના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો

Gujarat Weather Update: કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ભુજના અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.

Gujarat Weather Update: કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ભુજના અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભુજના નાડાપામાં વરસાદી માહોલાના કારણે ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે વચ્ચે ભુજમાં કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટું આવતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

તો બીજી તરફ ભરૂચમાં અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વાદછાયું વાતાવરણ છવાયું છે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધૂળ ઉડતા રહાદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાછે. વેજલપુરમાં ધૂળ ઉડતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.

સુરત, વલસાડ અને નવસારીમાં પડ્યું માવઠું

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકને ગરમીથી રાહત મળી છે.  તો બીજી તરફ કેરી, કપાસ અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

આ ઉપરાંત હોળીના તહેવારના દિવસે ઠેક ઠેકાણે હોળીના દહનની તૈયારી ચાલુ હતી જે બાદ આયોજકો દ્વારા પ્લાસ્ટિકથી હોળીને ઢાકવાનો વારો આવ્યો છે. વીજળીના કડાકા થતા હોળી દહન માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરત ઉપરાંત નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હળવા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વલસાડ, વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. હોળીના તહેવાર પર જ કમોસમી વરસાદથી હોળી પર્વની આયોજકોમાં દોડધામ મચી છે. હોળી પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરેલી હોળીના લાકડા સહિતની સામગ્રી પલળી ગઈ છે. કમોસમી વરસાદે હોળી પર્વની ઉજવણીને ગ્રહણ લાગ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Embed widget