Junagadh Rain: જૂનાગઢમાં આભ ફાટતા શહેરમાં ભયંકર પૂર, વીડિયો જોઈ હચમચી જશો
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે.
જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ગીરનાર પર્વત ઉપર 8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. જૂનાગઢના એસપીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.શહેરના અનેક માર્ગોમાં લોકો વાહનો સાથે ફસાયા છે. લોકો તળેટી તરફ ન જવા અપીલ કરી છે.ધેોધમાર વરસાદ ખાબકતા તળેટી પાણી-પાણી થઈ છે.જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે.
શહેરના કાળવા જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે.
દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે.વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર પૂર આવ્યું છે.
જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં મેઘતાંડવ યથાવત રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. નવસારી અને સુરતમાં 6થી 8 ઇંચ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પાડવાની આગાહી છે. કચ્છ અને પંચમહાલના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 24મી જુલાઈથી ગુજરાતમાં વાતાવરણ હળવું થવાનું અનુમાન છે.