Gujarat Rain Live Updates: ધોધમાર વરસાદથી અરવલ્લી જિલ્લામાં જળબંબાકાર, મોડાસામાં દુકાનોમાં ભરાયા પાણી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ વરસ્યો હતો
LIVE

Background
આગામી 5 દિવસ ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે
ધોધમાર વરસાદથી બોટાદમાં જળબંબાકાર
બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદમાં અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા. બોટાદ-ભાવનગર રોડ પર અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરુ થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજકોટ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ, સુરતમાં પણ અતિભારે વરસાદ પડશે. જ્યારે કેટલીક નદીઓમાં પૂરની શક્યતાઓ છે. સાથે જ અંબાલાલ પટેલે ઉત્તર ભારતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે
મોડાસામાં દુકાનોમાં ભરાયા પાણી
મોડાસાનો જીવનપુરથી ગળાદરનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. મણિપુર કંપા પાસે ડાયવર્ઝનમાં પાણી ભરાયા હતા. રસ્તો બંધ થતા 10થી વધુ ગામના લોકો અટવાયા હતા. પુલના પાણી બાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદથી મોડાસામાં દુકાનોમાં પાણી ભરાયા હતા. નગરપાલિકાની બેદરકારીના પાપે દુકાનોમાં પાણી ભરાયા હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ
ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં 2 કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે સિહોર તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉમરાળા તાલુકામાં 3 ઈંચ , વલભીપુર તાલુકામાં 2 ઈંચ, વલભીપુરના નવાગામ, હડમતીયા , વલભીપુરના કંથારીયા, કાનપર, પાટનામાં વરસાદ વરસ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
