શોધખોળ કરો

છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર, શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા

છોટાઉદેપુર જિલ્લો જ્યાં મેઘમહેર યથાવત છે.  આજે છોટાઉદેપુર શહેર સહિત જિલ્લાના જેતપુર પાવી, ક્વાંટ,  નસવાડી, સંખેડા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.  

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લો જ્યાં મેઘમહેર યથાવત છે.  આજે છોટાઉદેપુર શહેર સહિત જિલ્લાના જેતપુર પાવી, ક્વાંટ,  નસવાડી, સંખેડા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.  સવારથી જ છોટાઉદેપુરમાં વાદળછાયું વાતાવરણ હતું. આ સાથે જ ઉકળાટભર્યું વાતાવરણ પણ હતું.  બપોર થતાં જ એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. 

છોટાઉદેપુર જિલ્લામાં મૂશળધાર વરસાદને લઈ  શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

જૂનાગઢ જિલ્લામાં સાડા પાંચ ઈંચ વરસાદ 

જૂનાગઢ વિસ્તારમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે.  તો બીજી તરફ કેશોદ તાલુકામાં ચાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ચાડા પાંચ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા હતા.  

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા છે. નોંધનીય છે કે, મૌસમનો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.   

આ ઉપરાંત  જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.  રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રોડ સ્તાઓ પર ગોઠણ ડુબ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જાણે શેરીઓમાં નદીઓ બની ગામમાંથી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખળીને નુકશાની પહોંચી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો

Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?

Embed widget