શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યાં સુધી ફૂંકાશે પવનો ? ઠંડીનું જોર ક્યાં સુધી રહેશે ? જાણો હવામાન અંગે મહત્વની માહિતી
માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં પવનોની ગતિ 40 થી 50 કીમીની ઝડપે રહેવાની શકયતા છે.
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા બે દિવસ થયા ઠંડીમાં થોડીક રાહત મળી છે. પરંતુ ઝડપી પવનો જોવા મળી રહ્યા છે. આવતીકાલથી પવનનું પ્રમાણ ક્રમશ ઘટશે. આવાનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે જ માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં પવનોની ગતિ 40 થી 50 કીમીની ઝડપે રહેવાની શકયતા છે. બીજી તરફ રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ પણ યથવાત રહેવાની શક્યતા છે.
હાલ કરતા બપોરનું તાપમાન પણ ઉંચકાશે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડીમાં વધારો થશે. પછીના દિવસોમાં ઠંડીનું જોર વધશે.
દક્ષિણ આંદામાન દરિયામાં 5.8 કીમી પર અપર એર સાઈકલોનિક સકર્યુલેશન સક્રીય છે. આગામી 36 કલાક સુધી વધારે મજબુત બનીને લો પ્રેસરમાં ફેરવાશે. ત્યારબાદ 24 કલાક દરમિયાન ઉતરોતર વધુ મજબુત બનીને ડીપ્રેશન સ્વરૂપે છવાશે. બાદ પણ વધુ મજબુત થવાની સંભાવના.
મુખ્યત્વે સિસ્ટમ્સ પશ્ચિમ દિશામાં આગળ વધશે. તારીખ 2 ડિસેમ્બર આસપાસ તમિલનાડુ અને પુડુચેરી દરિયાકાંઠે પહોંચી શકે છે. આગામી તારીખ 3 અને 4 ડિસેમ્બર આસપાસ અંદામાન સાગરમાં એક મજબુત લો પ્રેશર બનશે. જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ઉતરોતર મજબુત વાવાઝોડા સુધી પહોંચી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion