શોધખોળ કરો

રાજ્યભરમાં 19-22 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજા કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદઃ રાજ્યમાં વરસાદના વિરામ હાદ ફરીથી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 19-22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, લો પ્રેશરને કારણે દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધીમા ધીમા વરસાદી ઝાપટા પડી શકે છે. સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે એવામાં હજુ વધુ વરસાદ લીલો દુષ્કાળ નોંતરી શકે છે. જો કે વરસાદને લઈને ખેડૂતોમાં તો ખુશહાલીનો માહોલ છે. પણ પાછોતરો વરસાદ એ રોગચાળો અને પૂર નિર્મી શકે છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજા કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ હજુ વરસશે. 21 અને 22 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધી શકે છે. આ પહેલા હવામાન વિભાગે 13 રાજ્યોમાં વરસાદની આગાહી કરી હતી. બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ સક્રીય થશે, જે આગળ વધીને 19-20 સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબુત બનશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'હાલમાં પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.  હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે નવસારી-વલસાડ-દમણમાં, શુક્રવારે ડાંગ-વલસાડ-નવસારી-દમણ, શનિવારે વલસાડ-દમણ-સુરત-ડાંગ-તાપી-ભાવનગર-અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ-નવસારી-ભાવનગર-અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેની સંભાવના છે.' અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં વધારો થતાં સરેરાશ મહતમ તાપમાન ૩૩ ડિગ્રી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮:૩૦ના ૮૭%-સાંજે ૫:૩૦ના ૬૮% રહ્યું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રીને પાર જઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget