Banaskantha: બનાસકાંઠામાં યુવકે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર
બનાસકાંઠા: લાખણી તાલુકાના ગોઢા ગામ નજીક રેલવે ફાટકે અજાણ્યા યુવકે કરી આત્મહત્યા કરી છે. અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલું કર્યું છે. અગમ્ય કારણોસર યુવકે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠા: લાખણી તાલુકાના ગોઢા ગામ નજીક રેલવે ફાટકે અજાણ્યા યુવકે કરી આત્મહત્યા કરી છે. અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલું કર્યું છે. અગમ્ય કારણોસર યુવકે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આત્મહત્યાના પગલે ટ્રેન સ્ટોપ થતા ડીસા-થરાદ માર્ગ ઉપર ટ્રાફિક સર્જાયો હતો. જો કે આ યુવકે ક્યા કારણોસર મોતને વહાલું કર્યું છે. જો કે યુવકની ઓળખ પણ સામે આવી નથી.
13 વર્ષીય બાળકની લાશ મળી આવી
બનાસકાંઠા: કાંકરેજના જમણાપાદર ગામમાં ચોંકવનારી ઘટના સામે આવી છે. બનાસ નદીના પટમાંથી 13 વર્ષીય બાળકની લાશ મળી આવતા અરેરાટી મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે શાળાથી છૂટ્યા બાદ આ બાળક નદી જોવા માટો ગયો હતો, તે દરમિયાન ભેખડ ઘસી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ગઈકાલે કલાકો શોધખોળ કર્યા બાદ પણ બાળકની લાશ મળી ન હતી હવે આજે બનાસ નદીમાંથી તરતી લાશ જોવા મળી હતી. આ બાળકનું નામ આકાશ છે અને તે 8માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. હાલમાં બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.
હાલોલ -પાવાગઢ બાયપાસ પર અકસ્માત
પંચમહાલ: હાલોલ -પાવાગઢ બાયપાસ પર ઈકો કારનો અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતની ઘટનામાં 5 વર્ષના બાળક સહીત ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અંકલેશ્વરથી પાવાગઢ દર્શન કરવા આવેલ પરિવાર જ્યાકે હાલોલ -પાવાગઢ બાયપાસ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાલકે ઇકો કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
5 વર્ષના બાળક અને મહિલા સહીત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ થતા હાલોલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. શંકા ઉપજાવે તેવી અક્સ્માતની ઘટના મામલે હાલ તો હાલોલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો
Irfan Pathan Cobra Movie: ઈરફાન પઠાણની ડેબ્યૂ ફિલ્મને લઈને રોબિન ઉથ્થપાએ આપ્યું મોટું નિવેદન
Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે ? જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત
Sachin’s First Car: ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રથમ કાર Maruti 800 ફરી થઈ દોડતી, જુઓ વીડિયો
Photos: રિયલ લાઇફમાં આ રીતે જિંદગી જીવે છે રશ્મિકા મંદાના, તસવીરોમાં દેખાયુ સાદુ જીવન, જુઓ......
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો