શોધખોળ કરો

Navsari: નવસારીમાં JCB લઈને લગ્ન કરવા પહોંચ્યો યુવક, લોકોમાં સર્જાયું કુતુહલ

નવસારી: હાલમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. લોકો પોતાના અને નજીકના વ્યક્તિના લગ્નને યાદગાર બનાવવા માટે અવનવી રીતો અપનાવે છે. આવી ઘટના સામે આવી છે નવસારીજિલ્લામાં.

નવસારી: હાલમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. લોકો પોતાના અને નજીકના વ્યક્તિના લગ્નને યાદગાર બનાવવા માટે અવનવી રીતો અપનાવે છે. તમે વરઘોડામાં શણગારેલો ઘોડો, મોંઘી કાર કે હેલિકોપ્ટર જોયા હશે પણ શું તમે ક્યારેય જોયું કે કોઈ વરરાજો જેસીબીમાં વરઘોડો કાઢે. આવી ઘટના સામે આવી છે નવસારીજિલ્લામાં. જ્યાં ચીખલી તાલુકાના કલિયારી ગામે યુવકનો વરઘોડો જેસીબીમાં નિકળતા કુતુહલ સર્જાયું હતું. કલીયારી ગામના ધોડિયા પટેલ સમાજના યુવકે ગામમાં જ લગ્ન કરવા જે.સી.બી.માં ગયો હતો.. આદિવાસી પરંપરા અને વિધિ મુજબ કર્યા લગ્ન પણ વરઘોડો જે.સી.બી.માં કાઢતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ડી.જેના તાલ સાથે વરઘોડો જે.સી.બીમાં નિકળતા લોકો તેને જોવા ઘરની બહાર આવી ગયા હતા. 

અભ્યાસક્રમમાં ભગવત ગીતાનો પાઠ ભણાવવા મુદ્દે વાઘાણીનું મૌન

ગાંધીનગર: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મોટા ઉપાડે અભ્યાસક્રમમાં ભગવત ગીતાનો પાઠ ભણાવવા માટેની જાહેરાત તો કરી દીધી પરંતુ આજ દિન સુધી તેના પાઠ્યપુસ્તક આવ્યા નથી અને સંસ્કૃત શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી નથી. જેમણે મોટા ઉપાડે જાહેરાત કરી હતી એ જ કેબિનેટ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે જવાબ આપવામાંથી પણ છટકી રહ્યા છે ત્યારે રાજ્યની જનતા પૂછી રહી છે કે શું મત મેળવવા માટે જ આ પ્રકારે ભાજપ સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે.

હર હંમેશ વિરોધીઓ પર આકરા પ્રહાર કરનાર ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા અગાવ કરેલી જાહેરાત સંદર્ભે abp asmita ના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલા સવાલને લઈ તેમને લોકપ્રશ્ન સાંભળવા માટે બેઠો છું તેવું કહીને જવાબ આપ્યો ન હતો. આ એ જ પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી છે કે જેમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખૂબ મોટા ઉપાડે રાજ્યની જનતાને વચનો આપીને અભ્યાસક્રમમાં હવેથી ધોરણ 6થી 12ના અભ્યાક્રમમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણયની જાહેરાત કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે હવે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. 

વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે તેવી જાહેરાત તો કરી દીધી પરંતુ આજ દિન સુધી તેના પાઠ્યપુસ્તક પણ આવ્યા નથી અને ભગવત ગીતાનો અભ્યાસ કરાવનાર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી નથી. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોતે આપેલા વચનો ભૂલી ગયા છે અને જવાબ આપવા માંથી પણ છટકી રહ્યા છે

ભાવનગર શહેરમાં શિક્ષકોની તો ઘટ્ટ છે પરંતુ વ્યાયામના માત્ર આઠ શિક્ષકો છે જેમના દ્વારા ગાડુ ચાલે છે. સરકારી શાળાઓમાં ગ્રાઉન્ડ તો છે પરંતુ બાળકને કૌશલ્ય અને તંદુરસ્ત રાખવા માટે અભ્યાસના ભાગરૂપે પીટીના શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે. આમ તો ભાવનગરમાં એક દાયકા સુધી શિક્ષણ વિભાગનું મહત્વનું ખાતું રહ્યું છે પરંતુ ભાવનગર માટે કશું જ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું નથી તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગર સહિત રાજ્યની જનતા પૂછી રહી છે કે ચૂંટણી સમયે મત મેળવવા માટે જ ભાજપ સરકાર મોટા મોટા વચનો આપે છે ત્યારબાદ તે વચનોને પૂર્ણ શા માટે નથી કરી રહી. જીતુ વાઘાણી દ્વારા જનતાના લોક પ્રશ્નો તો સાંભળે છે પરંતુ જનતાને આપેલા વચનો ભૂલી જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Embed widget