શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના ક્યા પાંચ જિલ્લામાં 3 મે પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ કે રાહત? જાણો શું છે કારણ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 129 જિલ્લાને રેડ ઝોનમાં સમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને મંગળવારે આ યાદી જાહેર કરી હતી.
![ગુજરાતના ક્યા પાંચ જિલ્લામાં 3 મે પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ કે રાહત? જાણો શું છે કારણ? In which five districts of Gujarat will no concession be given even after 3rd May? ગુજરાતના ક્યા પાંચ જિલ્લામાં 3 મે પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ કે રાહત? જાણો શું છે કારણ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/15165850/Lockdown.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 129 જિલ્લાને રેડ ઝોનમાં સમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને મંગળવારે આ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સમાવાયેલા જિલ્લાઓને લોકડાઉન હટાવાય પછી પણ કોઈ રાહત કે છૂટછાટ નહીં મળે. આ જિલ્લામાં જ્યાં સુધી કોરોનાનો એક પણ કેસ ના નોંધાય અને ગ્રીન ઝોનમાં ના આવે ત્યા સુધી ત્યાં લોકડાઉનનો કડક અમલ કરાશે.
આ યાદીમાં ગુજરાતના પાંચ જિલ્લાનો સમાવેશ કરાયો છે. અણજાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એ પાંચ જિલ્લા રેડ ઝોનમાં છે. આ પાંચ જિલ્લામાં લોકડાઉન હટે પછી પણ છૂટછાટ નહીં મળે.
ગુજરાતમાં 3 મેથી લોકડાઉન હટશે કે નહીં તેની અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલાં જ લોકડાઉન સંપૂર્ણપણે નહી હટે તેવી જાહેરાત કરી ચૂક્યા છે. રૂપાણીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, આગામી 3 મેથી ગુજરાતમાંથી એક ઝાટકે લૉકડાઉન ઊઠાવી લેવાની કોઈ જ શક્યતા નથી.
આ સંજોગોમાં ગુજરાતના આ પાંચ જિલ્લામાં 3 મે પછી પણ લોકડાઉન હટે તેવી આશા રાખવા જેવી નથી. આ જિલ્લાઓમાં પણ કેટલાક વિસ્તારોને રેડ ઝોન જાહેર કરીને એ વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)