શોધખોળ કરો

ભાજપના આ દિગ્ગજ નેતા પક્ષથી નારાજ, 32 વર્ષની સેવા બાદ આપ્યું રાજીનામુ, જાણો કઇ પાર્ટીમાં જોડાશે

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકિય ગતિવધિઓ થઇ રહી છે એક બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક જ આપ પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે તો બીજી તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામુ ધરી દીધું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે રાજીનામા આપવા કારણો પણ રજૂ કર્યાં હતા.

ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જયનારાયણ વ્યાસે રાજીનામાનો નિર્ણય શા માટે લીધો તેના કારણો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ પાર્ટીનું વાતાવરણ બગાડ્યું છે. મારી સતત અવગણના થતી હતી. હું સતત ફરિયાદી બનીને પાર્ટી રહેવા માંગતો નથી. નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. તેમણે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડતો રહીશ અને લોકોની સેવા કરતો રહીશ. 32 વર્ષ ભાજપ સાથે ગળ્યા,આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી,પાટલ જિલ્લાની પરિસ્થિતિ સારી નથી,દર વખતે કાર્યકરોની અવગણના થાય છે.  તો બીજી તરફ ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી,પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે. સી આર પાટિલના વખાણ કરતાં તેમણે જણાવ્યું કે. રાજ્યના અધ્યક્ષ સી આર પાટિલ નું કાર્ય સારું છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, જો રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.

જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું કે, સિદ્ધપુરમાં મારું મકાન, દુકાન કે ઓફિસ કશું જ નથી.હું 11માં ધોરણ સુધી સિદ્ધપુર રહ્યો છું, મારે સિદ્ધપુરનું ઋણ ઉતારવું છે.રાજકારણ માટે મારી પાસે બે વિકલ્પ છે.કોંગ્રેસ અથવા આપમાં જોડાઇશ.મે અગાઉ પણ રાજીનામું આપ્યું હતું, સી આર પાટિલે મને ત્યારે સમજાવ્યો હતો. હાલ સ્થિતિ એવી છે કે, 5 જેટલા લોકો સંગઠન પર હાવી થઈ ગયા છે,

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉંગ્રેસમાં કરી ઘરવાપસી

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા જ  રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP ગુજરાત અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળયો છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP ને મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો છે.

બપોરે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા હતા.  સાંજે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દિલ્હી પહોંચ્યા અને પ્રભારી રઘુ શર્મા,  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કૉંગ્રેસમાં જોડાતા જ આમ આદમી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ અને કહ્યું, ભાજપને હરાવવા ફરી કૉંગ્રેસમાં આવ્યો છું. 

આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત 

 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. 

કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ. 

આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે  સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. 

29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

ટોપ સ્ટોરી

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
Embed widget