શોધખોળ કરો

લર્નિંગ લાયસન્સ બનાવનારા લોકો ધ્યાન આપે, નિયમોમાં થયો મોટો ફેરફાર 

ગુજરાતમાં  લર્નિંગ લાઈસન્સ બનાવનારા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  સામાન્ય લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ  મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ:  ગુજરાતમાં  લર્નિંગ લાઈસન્સ બનાવનારા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  સામાન્ય લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ  મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી લર્નિંગ લાયસન્સ પરીક્ષા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો. જેમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવેથી જો 9 પ્રશ્નોના સાચા હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

લર્નિંગ લાયસન્સ બનાવનારા લોકો ધ્યાન આપે, નિયમોમાં થયો મોટો ફેરફાર 

રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, કેંદ્રીય મોટર વાહન નિયમો, 1989ના નિયમ-11(4) અનુસાર, હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપ્યેથી લર્નિંગ લાઈસન્સ ઈસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબા કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે. 

જો તમે વાહનના માલિક છો તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂરિયાત જાણતા જ હશો. ઘણીવાર એવું બને છે કે લાઇસન્સ વગર પકડાય તો ભારે દંડ ભરવો પડે છે. પરંતુ જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે આ મહત્વપૂર્ણ દસ્તાવેજ તમારી સાથે રાખો છો તો તમને દંડના ટેન્શનમાંથી રાહત મળે છે. આ લેખમાં અમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવાની સંપૂર્ણ પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ. ઓનલાઈન અરજી કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

-પાસપોર્ટ સાઇઝ ફોટો,

-સહી, લર્નિંગ લાઇસન્સ નંબર અને મોબાઈલ નંબર,

-આધાર કાર્ડ

-રહેઠાણ પ્રમાણપત્ર,

-સરનામાનો પુરાવો (રેશન કાર્ડ, પાન કાર્ડ, વીજળી બિલ),

-જન્મ તારીખ પ્રમાણપત્ર (10મી માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ આપી શકે છે)

અરજી કરવાની પ્રક્રિયા

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સ્ટેપ-1: સૌ પ્રથમ તમારે sarathi.parivahan.gov.in પર જવું પડશે.

સ્ટેપ-2: તમારું રાજ્ય પસંદ કરો.

સ્ટેપ-3: હવે "New Driving Licence" પર ક્લિક કરો. આ વિકલ્પ "Driving Licence" મેનુમાં દેખાશે.

સ્ટેપ-4: હવે તમારે લર્નિંગ લાઇસન્સ નંબર અને DOB (જન્મ તારીખ) ભરવાનું રહેશે.

સ્ટેપ-5: હવે અરજી ફોર્મ ભરવાનું રહેશે.

સ્ટેપ-6: આગળ વધવા માટે નેક્સ્ટ બટન પર ટેપ કરો.

સ્ટેપ-7: હવે તમારે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અને ફી સ્લિપ સાથે નિર્ધારિત સમયે RTO જવું પડશે.

ટોપ સ્ટોરી

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
Embed widget