લીંબડીમાં સંત સંમેલનમાં સંતોનો ભારે આક્રોશ , અસુરી તાકાતો સનાતન ધર્મનો નાશ કરવા માંગે છેઃ નિજાનંદ મહારાજ
લિંબડી મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ દ્ધારા આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે

Background
સુરેન્દ્રનગરના લિંબડીના મોટા મંદિર ખાતે આજે સંત સંમેલન યોજાઇ રહ્યું છે. સંત સંમેલનમાં સાધુ- સંતોની અન્ય માંગણીઓ મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે. આ સંત સંમેલનમાંથી દેશભરમાંથી સંતો- મહંતો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. જૂનાગઢના પણ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
લિંબડી મોટા મંદિર સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ દ્ધારા આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંતોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી સનાતન ધર્મના સંતો-મહંતો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. મોટી સંખ્યામાં સાધુ- સંતો રાતથી જ પહોંચી ચૂક્યા છે. આ સંમેલનમાં ન માત્ર ગુજરાત પણ દેશભરમાંથી સાધુ-સંતો અને મહામંડલેશ્વરો હાજર રહેશે. લિંબડી મોટા મંદિરના સંત લાલદાસ બાપુની આગેવાનીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે મળેલી સાધુ- સંતોની બેઠકમાં કુલ 12 માંગણીઓ મુકવામાં આવી હતી. જે પૈકી માત્ર વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂર કરવા જ સહમતિ બની છે. જ્યારે પુસ્તકો સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં લખાણ દૂર કરવા, વિવાદીત નિવેદનો બંધ કરવા સહિતની અનેક માંગો હજુ ઉકેલાઇ નથી. ત્યારે આજના સંત સંમેલનમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા અને ઠરાવ થઈ શકે છે.
નૌતમ સ્વામીને દૂર કરવાના નિર્ણયને તમામે વધાવ્યો
નૌતમ સ્વામીને દૂર કરવાના નિર્ણયને તમામે વધાવ્યો હતો. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું હતું કે વર્ષો પછી સંતો એક થયા છે. સ્વામિનારાયણના સંતો વાણી સંયમ રાખે. હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મુકાયા હતા. ભગવા વસ્ત્રો ધારણ કરનારા આવુ નિવેદન ન કરે. હિન્દુ દેવી દેવતાઓના વારંવાર અપમાન કરે છે.
સંમેલનમાં કોણ રહ્યું હાજર?
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, અમદાવાદ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ, લિંબડીના નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના લાલદાસ બાપુ , વડોદરાના જ્યોર્તિનાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, નાની કુંડળના અવધબિહારી દાસજી, શ્રી ભગવાન પરમગુરૂ કરૂણા મંદિરના મહંત નિશ્ચલદાસજી, ગીરનારી આશ્રમના સાધ્વી ગીતાદીદી, જૂનાગઢના શેરનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં 500થી વધુ સંતો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.





















