શોધખોળ કરો

Gujarat Elections: બોટાદ બેઠકને લઈને કોંગ્રેસમાં કકળાટ, આ નેતાએ સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો

વિધાનસભા ચૂંટણી 2022:  વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈને કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈને વિરોધ થઈ રહ્યો છે.

વિધાનસભા ચૂંટણી 2022:  વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈને કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈને વિરોધ થઈ રહ્યો છે. હવે બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલે બળાપો કાઢ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની વ્યથા રજૂ કરી છે. તેમણે કહ્યું કે, બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હુ સાચો ઉમેદવાર છુ. કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે. મારા જેવા પક્ષને સમર્પિત આગેવાન સાથે પક્ષનો નિણઁય સ્વીકાર્ય નથી. મારી સાથે 2017નુ પુનરાવર્તન થયુ જે પક્ષના વિશાળ હિતમા નથી. આમ મનહર પટેલે હાઈકમાન્ડ સુધી પોતાની વાત રાખી છે.

દિલ્હીથી 26 લોકોની ટીમ આવી ગુજરાત

ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી દરેક પાર્ટીમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાંડ પાસે પહોંચ્યો છે. વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા હાઈ હાઈકમાડે દિલ્હીથી ટીમ મોકલી છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ દિલ્હીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ જવાબદરી સોંપી છે.  ગુજરાત કોંગ્રેસના 4 સહ પ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ માટે દિલ્હીથી ટીમ આવી છે. શુક્રવારે વિપક્ષ નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. અનેક બેઠકો પર ફાળવાયેલી ટિકિટને લઇને પણ અંદરો અંદર વિખવાદ થયો છે. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઇ હોવાની દિલ્હી સુધી ફરિયાદ થઈ છે.

કૉંગ્રેસની 9 ઉમેદવારની વધુ એક યાદી જાહેર

ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.  દેવભૂમિ દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરીયા, તાલાળા બેઠક પરથી માનસિંહ ડોડિયા, કોડિનાર બેઠક પરથી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઈસ્ટ બેઠક પરથી બળદેવ સોલંકી, બોટાદ બેઠક પરથી રમેશ મેર, જંબુસર બેઠક પરથી સંજય સોલંકી, ભરુચ બેઠક પરથી જયકાંત પટેલ અને ધરમપુર બેઠક પરથી કિશન પટેલને ટિકિટ આપવામાં આવી છે.  ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદીમાં 46 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવાર અને ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હવે 9 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. આ રીતે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ103  ઉમેદવારો જાહેર કરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?
ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
Embed widget