શોધખોળ કરો
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી બે દિવસ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
![આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી meteorological department predicts heavy rains state next seven days આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/f2969cb7d8c7078d5ca816df490a7316171921807820975_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
Gujarat Weather Alert: હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે (24 જૂન, 2024):
- રેડ અલર્ટ (ભારે થી અતિ ભારે વરસાદ): જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી
- ઓરેન્જ અલર્ટ (અતિભારે વરસાદ): જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપી
- યેલો અલર્ટ (ભારે વરસાદ): અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
- દક્ષિણ ગુજરાતમાં આજે સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે.
- અમદાવાદમાં આજે વરસાદની શક્યતા છે.
- દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી બે દિવસ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
આગામી દિવસોમાં વરસાદની આગાહી:
- 25 જૂન: ભારે થી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ
- 26 જૂન: ભારે વરસાદ - પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
- 27 જૂન: ભારે વરસાદ - નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલી
- 28 જૂન: ભારે વરસાદ - ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદા નગર હવેલી
છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો
- 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ
- 24 કલાકમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- 24 કલાકમાં ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ
- 24 કલાકમાં સંખેડામાં અઢી ઈંચ વરસાદ
- 24 કલાકમાં સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ
- 24 કલાકમાં મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં સાવરકુંડલામાં વરસ્યો બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં ટંકારા, વાલીયામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ
- 24 કલાકમાં વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ
- 24 કલાકમાં નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ
- 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ
- 24 કલાકમાં ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ
- 24 કલાકમાં દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)