Milk strike:માલધારી સમાજ આક્રમક મૂડમાં, આજે રાજયભરમાં દૂધ હડતાળ, ઘરે-ઘરે અને ડેરીમાં દૂધ આપવાનો ઇન્કાર
આજે માલધારી સમાજ ડેરીમાં અને ઘરે –ઘરે દૂધ નહી આપે. સરકારે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચી લીધું હોવા થતાં પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને માલધારી સમાજ સરકારની નિતી નારાજ છે.
Milk strike:રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે માલધારી સમાજ ડેરીમાં અને ઘરે –ઘરે દૂધ નહી આપે. સરકારે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચી લીધું હોવા થતાં પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને માલધારી સમાજ સરકારની નિતી નારાજ છે.
રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચી લીધું હોવા થતાં પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને માલધારી સમાજ સરકારની નિતી નારાજ છે.માલધારી સમાજ આક્રમક મૂડમાં છે. આજે ઘરે ઘરે અને ડેરીમાં દૂધ ન આપવાનો નિર્ણય કર્યો છે,. માલધારીની દૂઘ હડતાળની અસર શહેરોમાં અમૂલની ડેરીમાં પણ જોવા મળી રહી છે. મંગળવા સાંજથી અમૂલ ડેરીમાં દૂધનો સ્ટોક ખાલી થઇ ગયો હતો,
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરના શેરથામાં રવિવારે માલધારી સંમેલન યોજાયુ હતું જેમાં 21મી સપ્ટેમ્બરે દૂધ હડતાળ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જાય અને ડેરીમાં પણ દૂધ નહીં આપે તેઓ નિર્ણય કરતાં દૂધ હડતાળ જાહેર કરી છે.ય . આ હડતાની અસર મંગળવાર સાંજથી ડેરીમાં વર્તાઇ હતી. રાતથી લોકોએ દૂધનો સ્ટોક કરતાં રાજયભરમાં ડેરીમાં દૂધનો સ્ટોક ખતમ થઇ ગયો હતો. ખાસ કરીને રાજ્યના મોટા શહેરો સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સ્થિતિ જોવા મળી હતી.
Gujarat Assembly Elections: જાણો ભાજપના સાંસદે ગોંડલ બેઠક પર કોને ટિકિટ આપવાનું કહ્યું
Gujarat Assembly Elections: હજુ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ ત્યાં તો ટિકિટને લઈને રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી લડવા માંગતા દરેક ઉમેદવારો લોબિંગ કરવામાં લાગી ગયા છે. તો બીજી તરફ પોરબંદરના સાંસદ રમેશ ધડુકના એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ભાજપના સાંસદે ગોંડલમાં ગીતાબા જાડેજાને ટિકિટ મળે તે માટેની અમે માંગણી કરીશું તેવી વાત કહેતા રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, આવતા દિવસોમાં ઘીના ઠામમાં ઘી પડી જશે. નોંધનિય છે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલતા વિવાદને લઈને પણ સાંસદે મોટું નિવેદન આપ્યું છે. આવનારા સમયનાં સૌ સારાવાન થઈ જશે તેમ તેમણે કહ્યું.
ભાજપના સાંસદે પોતાની પાર્ટીના નેતાઓને કરી ટકોર
રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને ટકોર કરી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. મનસુખ વસાવાએ બિલ્ડર લોબી પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો અને ખેડૂત પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત છે. નર્મદા જિલ્લામાં ઘણા બિલ્ડર લોબી એ 73AAનો ભંગ કરી જમીનો ખરીદી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી ખેડુતો મજૂર બનીને રહી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે.
ભાજપ સાંસદે વધુમાં કહ્યું, દહેજ વિસ્તારમાં જે લોકોની જમીન ગઈ છે તેમને મજૂરી પણ મળતી નથી. આપણા જ કેટલાક લોકો બિલ્ડર લોબીની દલાલી કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં ઘરે જતા રહ્યા જો આપણા લોકો પણ ભેગું કરશો તો તમે પણ ઘરે જતા રહેશો. સરકારને નુકશાન પહોંચાડશે તેવા લોકોને હું ચલાવી નહિ લઉ. ગામોના ગામો વેચાતા મેં રોક્યા છે નહીં તો કેટલાય ગામો બિલ્ડર લોબી ખરીદી લેતી. સાચી વાત કહેવામાં આપણને શુ કામ ડર લાગે. આમ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે.
AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશે
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય. કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરી