શોધખોળ કરો

PM Modi: PM મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, 5950 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આપશે ભેટ

આ દરમિયાન તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પણ પૂજા-અર્ચના કરશે.                            

વડાપ્રધાન સોમવારે મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં એક રેલીમાં 5,950 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એમ ગુજરાત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બે રેલ્વે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેમાં 77 કિલોમીટર લાંબો વેસ્ટર્ન ગુડ્સ કોરિડોર સેક્શન અને વિરમગામથી સામખીયાળી સુધીની 182 કિલોમીટર લાંબી રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ ગુજરાત રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. મોદી મહીસાગર જિલ્લામાં સાબરમતી નદી અને પાનમ જળાશય આધારિત લિફ્ટ સિંચાઇ સંબંધિત પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.                                 

પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે

પીએમ એકતા નગરમાં વિકાસ પરિયોજનાઓ અને પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. આમાં 30 ઈ-બસ, સાર્વજનિક બાઇક-શેરિંગ પ્રોગ્રામ, ગુજરાત ગેસ લિ. તરફથી બનાવવામાં આવેલ સિટી ગેસનું વિતરણ તેમજ એકતા નગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે ગોલ્ફ કાર્ટ સામેલ છે. આ ઉપરાંત વડાપ્રધાન 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને પણ સંબોધિત કરશે.                  

પટેલ જયંતિ પર વડાપ્રધાન મોદી યુવા ભારત સંગઠન લોન્ચ કરશે

પીએમ નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર યુવાનોના દેશવ્યાપી સંગઠન મેરા યુવા ભારતની શરૂઆત કરશે. તેમણે રવિવારે મન કી બાતમાં આ અંગેની જાહેરાત કરી હતી. 31 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રવાના થશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર કેવડિયામાં આયોજિત એકતા પરેડમાં સામેલ થશે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય

Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

Vastu Tips For Home: ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ છે કે અશુભ?

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Embed widget