Gujarat Rain: 2 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ, લખપતમાં સૌથી વધુ 5 ઈંચ ખાબક્યો
રાજ્યમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

અમદાવાદ: રાજ્યમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપતમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. કચ્છના રાપરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
ક્યાં તાલુકાઓમાં કેટલો વરસાદ નોંધાયો
કચ્છના લખપતમાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ
કચ્છના રાપરમાં પણ પાંચ ઈંચ વરસાદ
ભાભરમાં ચાર ઈંચ વરસાદ
ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ભચાઉમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
નખત્રાણામાં ત્રણ ઈંચ વરસાદ
સાંતલપુરમાં ત્રણ ઈંચ વરસાદ
ભુજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
અંજારમાં અઢી ઈંચ વરસાદ
રાધનપુરમાં અઢી ઈંચ વરસાદ
મોરબીના માળિયામાં સવા બે ઈંચ વરસાદ
દિયોદરમાં બે ઈંચ વરસાદ
અબડાસામાં દોઢ ઈંચ વરસાદ
થરાદમાં સવા ઈંચ વરસાદ
વાવમાં સવા ઈંચ વરસાદ
લાખણીમાં એક ઈંચ વરસાદ
કચ્છના માંડવીમાં એક ઈંચ વરસાદ
કચ્છના મુન્દ્રામાં એક ઈંચ વરસાદ
ધાનેરામાં એક ઈંચ વરસાદ
મોરબી અને હળવદમાં એક-એક ઈંચ વરસાદ
વરસાદના કારણે રાજ્યમાં 339 રોડ બંધ
ભારે વરસાદના કારણે રાજ્યમાં 339 રોડ બંધ છે. રાજ્યમાં 2 નેશનલ હાઈવે વરસાદના કારણે બંધ છે.12 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 310 માર્ગ બંધ છે. રાજ્ય સરકાર હસ્તકના અન્ય 15 માર્ગ બંધ છે. વલસાડના 40, મહીસાગરના 39 માર્ગ પણ બંધ છે. નવસારીના 33, તાપી-સુરતના 28-28 માર્ગ બંધ થયા છે.સાબરકાંઠાના હિંમતનગર- ધનસુરા સ્ટેટ હાઈવે પર ભરાયું પાણી છે. હડિયોલ ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાયું છે. વરસાદી પાણી રોડ રસ્તા અને લોઅર બ્રીજ પર ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્ટેટ હાઈવે જળમગ્ન થયો છે.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં હળવા વરસાદ રહેશે, ખાસ કરીને કચ્છમાં આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદ વરસતો રહેશે. કચ્છમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. જો કે અન્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. કચ્છમાં આજે અને આવતી કાલ સુધી ભારે વરસાદનું અનુમાન છે.
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં આજે ભારે વરસાદની આગાહી છે. આજથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, ખેડા, આણંદ,પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, વલસાડ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, નર્મદા ભરૂચ સુરત,તાપી, વલસાડ, નવસારીમાં હવે વરસાદનું જોર ઘટતું જોવા મળશે. આગામી 2 દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.





















