શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Rain News: આજે આ 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, મેઘરાજા મચાવી શકે છે તબાહી

Rain News: રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે

Rain News: રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે, આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથ અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયુ છે. 

રાજ્યમાં હજુ પણ વરસાદ તબાહી મચાવી શકે છે. હવામાન અપડેટ પ્રમાણે, આજે રાજ્યમાં 8 જિલ્લામાં વરસાદનું જોર વધશે, 8 જિલ્લામાં આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે, આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ યથાવત છે. ઓરેન્જ એલર્ટ ઉપરાંત રાજ્યમાં વધુ 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં  અત્યંત ભારે વરસાદની ભારે થી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડા,આણંદ,બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.

જુન મહિનામાં વરસાદની ઘટ

જુન મહિનામાં 12 mm વરસાદની ઘટ રહી..જુન મહિનામાં 104 mm વરસાદ નોંધાયો , જે  118 mm હોવો જોઈએ.

અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ

અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. જીલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ છે. અમરેલી શહેર, સાવરકુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા, ચરખડીયા, બોરાળા, ખડકાળા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વડીયા શહેર તેમજ ગ્રામયમાં મુશળધાર વરસાદ છે.  વડીયામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડીયાના ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદથી સુરવો-૧ ડેમમાં નવા નિરની આવક થઈ છે.
તળિયા જાટક સુરવો-૧ડેમમાં 4 ફૂટ નવાનીરની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ  થઈ ગયા છે. બગસરા શહેર અને પંથકમાં વરસાદી માહોલ છે. બગસરા અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. મોટાં મુંજીયાસર, નાના મુંજીયાસર, રફળા, સાપર, સુડાવડ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ છે. બગસરામાં વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Embed widget