શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લાના સાવરકુંડલા-ખાંભા-ધારી પંથકમાં વરસાદ

અમરેલી જિલ્લામાં આજે છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે.

અમરેલી:  અમરેલી જિલ્લામાં આજે છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.  સાવરકુંડલા અને ખાંભા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.  શહેરમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

અમરેલી જિલ્લાના વડીયાના ગ્રામ્યમાં વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.  મોરવાડા, ખડખડ, બાવળ બરવાળા, બાટવા દેવળીમાં વરસાદી માહોલ જામ્યો  છે. વડીયાના ખાન ખીજડિયા ગામે મેઘો મહેરબાન થયો છે.  ગામના રસ્તાઓ પર નદીની માફક વરસાદી પાણી વહેતા થયા છે.  ધોધમાર વરસાદને પગલે ખાન ખીજડિયા ગામના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. અરજણસુખ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 

Amreli Rain: અમરેલી જિલ્લાના સાવરકુંડલા-ખાંભા-ધારી પંથકમાં વરસાદ

અમરેલી જિલ્લાના ધારી શહેર તેમજ ગ્રામ્યમાં વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.  ધારી ગીરના ગ્રામ્યમાં ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે.  ધારી,  ગોપાલગ્રામ,  દહીંડા ખીચા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે.   

ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજસ્થાન તરફથી તો ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હવે થોડા જ દિવસમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે.  જો કે, આજે સુરત, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગના મતે હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.  પરંતુ ભેજના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ ધીમીધારે વરસાદ વરસશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં વરસાદ પડવાની શક્યાતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   

સુરત શહેરમાં વરસાદ

સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. એટલો બધો વરસાદ પડ્યો ન હતો તેમ છતાં શહેરના બે વિસ્તારની સ્થિતિ જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી થઈ ગઈ છે. સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉંડ જતો રોડ એટલે કે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નિવાસસ્થાન બહાર જ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા અહીં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તો બીજો વિસ્તાર છે ઉધના-નવસારી રોડ પર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં તો કેડ સમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જાણે થંભી ગયો હતો. વહેલી સવારના લોકો તો પોતાના નોકરી ધંધાર્થે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે રવાના થયા હતા. જોકે હજુ તો ઘરની બહાર નીકળે તે પહેલા જ રસ્તામાં અટવાઈ પડ્યા હતા.

ટોપ સ્ટોરી

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Embed widget