Gujarat Election 2022: ગોંડલ બેઠક પર ચૂંટણી લડવાને લઈને છેલ્લી ઘડીએ રેશ્મા પટેલે લીધો મોટો નિર્ણય
Gujarat Assembly Election 2022: ગુજરાતની હાઈપ્રોફાઈલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCP નેતા રેશમાં પટેલ ઉમેદવારી નોંધાવશે નહીં તેવી માહિતી સામે આવી છે.
Gujarat Assembly Election 2022: ગુજરાતની હાઈપ્રોફાઈલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCP નેતા રેશમાં પટેલ ઉમેદવારી નોંધાવશે નહીં તેવી માહિતી સામે આવી છે. છેલ્લી ઘડીએ કોંગ્રેસ સાથે ગઠબંધન થતા હવે રેશ્મા પટેલ ઉમેદવારી નહીં નોંધાવે. જો કે તેઓ આગામી સમયમાં ગોંડલના રાજકરણમાં સક્રિય રહેશે. ભાજપને પછાડવા એડીચોટીનું જોર લગાવશે. તમને જણાવી દઈએ કે બીજેપીએ ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાને ટિકિટ આપી છે.
ત્રિકોણીયો જંગ જામશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે અત્યાર સુધીમાં 14 ઉમેદવાર મહિલાને મેદાને ઉતારી છે તો ક્રોગેંસે 10 ઉમેદવાર પર કળશ ઢોળ્યો છે. જ્યારે વિધાનસભાની હાઇ પ્રોફાઇલ ગણાતી આ બેઠક પર ત્રિકોણીય જંગ જામશે. અહીં ભાજપ તરફથી ગીતાબા જાડેજા મેદાને છે તો કોંગ્રેસના યતિશભાઈ દેસાઈ ચૂંટણી લઇ રહ્યાં છે. AAPના નિમિષાબેન ખૂંટ ચૂંટણી લડી રહગ્યાં છે. અહીં બે મહિલા અને એક પુરુષ છે મેદાનમાં છે. આ હાઇપ્રોફાઇલ બેઠક પર કોણ મેદાન મારશે તે જોવું રહ્યું.
ગાંધીનગરની આ 4 બેઠક પર અલ્પેશ ઠાકોરની ટિકિટ લગભગ નિશ્ચિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે. ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર ફસાયેલો પેંચ હવે ઉકેલાયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ચારમાંથી પૈકી એકને પાટાદાર, એક ચૌધરી અને બે બેઠક ઠાકોર ઉમેદવારને જાય તેવી સંકેત મળી રહ્યાં છે. ગાંધીનગરની ઉત્તર બેઠકમાં પાટીદાર ઉમેદવારની શક્યતા વધુ પ્રબળ દેખાઇ રહી છે. તો માણસાની બેઠક પર ચૌધરી ઉમેદવારની ટિકિટ મળી શકે છે. જ્યાં અમિત ચૌધરીનું નામ રેસમાં આગળ છે. તો ગાંધીનગર પશ્ચિમ બેઠક પર અલ્પેશનનું નામ લગભગ નિશ્ચિત છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પૂર્વ મેયર રીટા પટેલનું નામ પણ વધુ ચર્ચામાં છે. કાલોલ બેઠક પર પાટીદારને માન્ય હોય તેવા ઉમેદવારને ટિકિટ મળી શકે છે.પાટણની રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ મળી શકે છે.
બાયડ બેઠક પર નવાજૂનીના સંકેત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે. અરવલ્લીની બાયડ બેઠક પરથી ભાજપના નેતા અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે. આ માટે ધવલ ઝાલા આજે સમર્થકો સાથે બેઠક કરશે. તેમની ટિકિટ કપાતા તેઓ આજે કાર્યલય પર સમર્થકો સાથે બેઠક યોજીને આ મુદ્દે નિર્ણય લઇ શકે છે.