શોધખોળ કરો

Sabarkantha: સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે, ચૂંટણી અધિકારીએ શરૂ કરી મતદાર યાદીની કાર્યવાહી

જિલ્લાની દૂધ ડેરી સાબરડેરીમાં નિયામક મંડળની ચૂંટણી યોજાશે, આ માટે જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે

Sabarkantha News: સાબરકાંઠામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનું આર્થિક કરોડરજ્જૂ ગણાતી સાબરડેરીમાં ચૂંટણીનીને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે. સાબરડેરીના નિયામક મંડળની બહુ જલદી ચૂંટણી યોજાશે, આ માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર દ્વારા મતદાર યાદીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેને 9 ફેબ્રુઆરી સુધી પુરી કરવામાં આવશે, ત્યારબાદ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થઇ શકે છે.

હાલમાં જ અપડેટ મળી રહ્યું છે કે, સાબરકાંઠા જિલ્લાની મોટી ડેરી સાબરડેરીમાં ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લાની દૂધ ડેરી સાબરડેરીમાં નિયામક મંડળની ચૂંટણી યોજાશે, આ માટે જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. 

આજે સાબરકાંઠા જિલ્લાની સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાવવાના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાશે. આ માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર દ્વારા મતદાર યાદીની કાર્યવાહી શરૂ કરવા માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આગામી 9મી ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, અને ત્યારબાદ ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું જાહેર કરવામાં આવશે. 31મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કલેકટર કચેરી, હિંમતનગર મદનીશ કલેકટર કચેરી, સાબરડેરી અને જિલ્લા રજિસ્ટાર કચેરીના નૉટીસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઈડરમાં ખેડૂતોનો હલ્લાબોલ, જમીન સંપાદનનો વિરોધ

સાબરકાંઠાના ઈડરના ખેડૂતોએ જમીન સંપાદન સામે વિરોધ નોંધાવ્યો છે.  નેશનલ હાઈવે 168-G મહેસાણા ઈડર અને શામળાજીથી પસાર થશે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના મતે હાઈવે માટે જમીન સંપાદનમાં તેમના 10 કૂવા અને 25 બોર પણ જશે. આજે ઈડર સહકારી જિનથી રેલી કાઢી ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.  જેમાં 200થી વધુ ખેડૂતો જોડાયા હતા. 

370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે

સાબરકાંઠાના ઈડરના બડોલી થી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે.  370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે. ખેડૂતોએ ફળદ્રુપ જમીનને બદલે વૈકલ્પિક રીતે જમીન સંપાદન કરવાની માંગ શરુઆતથી કરી હતી. સંપાદિત થયેલી જમીનમાં 10 કૂવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે. જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે નુક્સાન ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. 

ખેડૂતો તેમજ પશુપાલકો હાઇવેનો વિરોધ કરી રહ્યા છે

ખેડૂતો તેમજ પશુપાલકો હાઇવેનો વિરોધ કરી રહ્યા છે. આજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.  જમીન માપણી વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર નવા નંબરો પડતા જમીન તેમજ જમીનનો સર્વે નંબર અલગ-અલગ હોવાના કારણે ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. 

સાબરકાંઠા જિલ્લાના  ઇડરના આઠ જેટલા ગામડાના ખેડૂતોએ પાટણના રાધનપુરથી શામળાજી સુધી બનનારા 168 નંબરના નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થવાને લઈને પોતાનો વિરોધ નોંધાવી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.  જાહેરનામું બહાર પાડ્યા બાદ 350 જેટલા ખેડૂતોએ વાંધાઓ પણ રજૂ કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget