શોધખોળ કરો
Advertisement
રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોનાની થઈ એન્ટ્રી, ગુજરાતના 26 જિલ્લા થયા કોરોનાગ્રસ્ત
મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તાપી જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર તોડતું થયું છે.
અમદાવાદઃ ગુજારતમાં વધુ એક જિલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. રાજ્યના તાપી જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ મળી આવ્યો છે. તાપી જિલ્લાના વ્યાારા તાલુકાની માયપુર ગામની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગુજરાતના કુલ 26 જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયો છે.
મળતી માહિતી પ્રમાણે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તાપી જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર તોડતું થયું છે.
સમગ્ર રાજ્યની વાત કરીએ તો 21 એપ્રિલ સાંજ સુધીમાં ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા1939 પર પહોંચી છે. આજ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 131 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
ગઈકાલે 4212 જેટલા ટેસ્ટ કર્યા છે. 20 એપ્રિલ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 131 લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે. 1718 લોકો સ્ટેબલ છે, જ્યારે 19 લોકો વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 33,316 ટેસ્ટ કર્યા છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં જે 34 મૃત્યુ થયા જેમાં 25 મોત હોટસ્પોટ વિસ્તારમાંથી છે. અમદાવાદમાં રાયખડ, જીવરાજપાર્ક, બહેરામપુર, ખોખરા, વસ્ત્રાલ, વાસણા, જમાલપુરના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કર્ફ્યૂ વિસ્તારમાં સૌથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવીએ જણાાવ્યુ હતું, કે કોરોના વાયરસના આંકડાથી ડરવાની જરૂર નથી માત્ર સતર્કતા રાખવી જરૂરી છે.
કોરોના વાયરસની સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદ શહેરમાં 1248 કેસ સંક્રમિત છે. જોકે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવવાનું એક કારણ એગ્રેસિવ ટેસ્ટિંગ છે. શહેરમાં કોરોનાના કારણે 38 દર્દીના મોત થયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરામાં 188, સુરતમાં 269, રાજકોટમાં 38, ભાવનગરમાં 32, આણંદમાં 28, ભરૂચમાં 23, ગાંધીનગરમાં 17, પાટણમાં 15, પંચમહાલમાં 11, બનાસકાંઠામાં 10, નર્મદામાં 12 કેસે નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion