શોધખોળ કરો
Advertisement
ગુજરાતના સરકારી કર્મચારીઓના પગાર અંગે વિજય રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?
લોકડાઉનના કારણે રાજ્ય સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારી કર્મચારીઓના પગાર સમયસર થશે કે નહીં તે અંગે ચિંતા પ્રવર્તી રહી છે.
ગાંધીનગરઃ લોકડાઉનના કારણે રાજ્ય સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારી કર્મચારીઓના પગાર સમયસર થશે કે નહીં તે અંગે ચિંતા પ્રવર્તી રહી છે. આ ચિંતા વચ્ચે ગુજરાત સરકારે બહુ મોટો નિર્ણય લઈને લાખો સરકારી કર્મચારીઓને રાહત આપતો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યના તમામ સરકારી કર્મટારીઓ અને પેન્શનરોનો એપ્રિલ મહિનાનો આખેઆખો પગાર ચૂકવી દેવાશે અને તેમાં કોઈ કાપ નહીં મૂકાય.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની આર્થિક સ્થિતિ સારી હોવાનો નિર્દેશ આપતાં કહ્યું કે, રાજ્યના 10 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનરોને એપ્રિલ મહિનાનો પૂરો પગાર ચૂકવી દેવાશે. મે મહિનાના પહેલા સપ્તાહમાં જ એપ્રિલ મહિનાના પગાર અને પેન્શન પેટે રૂપિયા 4200 કરોડ ચૂકવવામાં આવશે એવી જાહેરાત નીતિન પટેલે કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સરકારની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકમાં ઘટાડો થયો છે. ધંધા-રોજગાર બંધ હોવાથી GST અને વેટની આવક લગભગ બંધ થઈ ગઇ છે. તે છતા સરકારી કર્મચારીઓના સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે. 5.28 લાખ સરકારી કર્મચારીઓને પૂરેપૂરો પગાર મળશે.
ગુજરાતના નાણાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિનભાઈ પટેલે ફેસબુકના માધ્યમથી મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ગુજરાતની GST અને વેટની આવકમાં ઘટાડો થયો હોવાછતાં પણ રાજ્યની નાણા વિભાગની કાર્યક્ષમતાને કારણે રાજ્યની નાણાકીય સ્થિતિ સારી છે.
રાજ્યના 5.28 લાખ સરકારી કર્મચારીઓને એપ્રિલ માસનો પગાર પ્રથમ અઠવાડિયામાં જ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના 4.57 લાખ પેન્શનર્સને પણ એપ્રિલ મહિનાનું પેન્શન રૂપિયા 1400 કરોડ પણ સમયસર ચૂકવાઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement