PATAN : ત્રણ નરાધમોએ યુવતીની કરી છેડતી, યુવતીના ભાઈને પણ માર્યો માર
યુવતીએ બુમાબુમ કરી મુકતા યુવતીનો ભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે આ ત્રણ નરાધમોએ યુવતીને બચાવવા આવેલા તેના ભાઈને પણ માર માર્યો હતો.
PATAN : પાટણના સિદ્ધપૂરના ગ્રામીણ પંથકમાં ત્રણ શખ્સોએ યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. સિદ્ધપૂરના કાકોશી ગામમાં સાંજના સમયે પશુઓને ઘાસચારો નાખવા આવેલી યુવતીની ત્રણ શખ્સોએ છેડતી કરી હતી, જો કે યુવતીએ બુમાબુમ કરી મુકતા યુવતીનો ભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે આ ત્રણ નરાધમોએ યુવતીને બચાવવા આવેલા તેના ભાઈને પણ માર માર્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ ગણપત ઠાકોર સહિત ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદને આધારે કાકોશી પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેરાલુમાં ભણવા આવતી સગીરાની બે યુવકોએ કરી છેડતી
ખેરાલુમાં ગત મહિને અભ્યાસ અર્થે આવતી કિશોરીને બે યુવાને છેડતી કરી કરી હતી. અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. કિશોરીનો જાહેરમાં હાથ પકડી તેનું અપહરણ કરવાની કોશિષ કરતા કિશોરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. કિશોરીનો ભાઈ તેમજ અન્ય લોકો દોળી આવતાં બન્ને યુવાન ભાગી ગયાં હતા. ખેરાલુ પોલીસે બંન્ને યુવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભરબજારમાં અભ્યાસ અર્થે જતી કિશોરીની છેડતી થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખેરાલુ શહેરમાં અસમાજિકતત્વો બેફામ બન્યા છે.
રીસેસમાં ક્લાસરૂમમાં એકલી બેસેલી વિદ્યાર્થીની શિક્ષકે કરી છેડતી
સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકની શરમજનક કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી માહિતી અનુસાર, સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકે રિસેસ ટાઇમમાં ક્લાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થીની છેડતી કરી હતી. સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઇટ સ્કૂલના નિલેશ ભાલાણી નામના શિક્ષકે રીસેસ ટાઈમમાં કલાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થિની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. લેપટોપમાં પરિવારે આ વીડિયો જોતા ચોકી ઊઠ્યાં હતા અને કાર્યવાહીની માંગ કરી હતી.
સનલાઈટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેંટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈ ઈંચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે વિડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલા કરી રહ્યો હતો. જો કે લંપટ શિક્ષક નિલેશ ભાલાણીએ આરોપોને ફગાવ્યા હતા. વિદ્યાર્થિની પરિચિત હોવાનું શિક્ષકે દાવો કર્યો હતો. હાલ તો સમગ્ર ઘટના મામલે DEOને ફરિયાદ કરાઈ છે.