વલસાડમાં તળાવમાં ન્હાવા પડ્યા હતા પાંચ બાળકો, બે બાળકોના ડૂબી જવાથી મોત
વલસાડઃ વલસાડ તાલુકાના કુંડી ગામ ખાતે આવેલા તળાવમાં 5 બાળકો ન્હાવા જતા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.
વલસાડઃ વલસાડ તાલુકાના કુંડી ગામ ખાતે આવેલા તળાવમાં 5 બાળકો ન્હાવા જતા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પિતરાઈ ભાઈઓનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. 13 વર્ષીય મેહુલ અને તેનો પિતરાઈ ભાઈ દર્શન મેસૂરિયા તેના મિત્રો સાથે કુંડી ગામ ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. જે પૈકી મેહુલ અને દર્શનને તરતા આવડતું ન હોવાથી ડૂબી રહ્યા હતા. દરમિયાન તેના મિત્રોએ મેહુલ અને દર્શનને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહી.
બાદમાં સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ કરી હતી. સ્થાનિકોએ તાત્કાલિક તળાવમાં કૂદી બંન્ને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને 108ની ટીમની મદદથી PHC ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જો કે મેહુલ અને દર્શનને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી પહેલાં 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં કર્મચારીઓની બદલી અને બઢતીનો દોર શરુ થઈ ગયો છે. ત્યારે હવે સરકારે પોલીસ વિભાગમાં 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરી છે. જેમાંથી કુલ 20 પોલીસ અધિકારીઓને ડીવાયએસપી પદેથી એસપીએસ પદે બઢતી આપવામાં આવી છે જ્યારે 57 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી કરાઈ છે. બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ છે. નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી કરાઈ છે. વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી કરાઈ છે. જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા છે.
કોરોનાનો નવો વેરિયન્ટઃ ઓમિક્રોન કરતાં 10 ટકા વધુ ઝડપે ફેલાશે નવો વેરિયન્ટ, જાણો WHOએ શું ચેતવણી આપી
Astro: નોકરીમાં પ્રમોશન માટે લીલી ઈલાયચીનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, અપનાવતાં જ બતાવવા લાગે છે અસર
i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત