Unseasonal Rain Live: રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, રાજકોટ-અમદાવાદ હાઈ વે પર કરા પડ્યાં, રો઼ડ઼ પર છવાઇ બરફની ચાદર
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
LIVE
Background
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે સવારથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના અનેક ગામડામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ધોરાજી, ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારે છે.
હવામાન વિભાગે 24થી 27 દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝીરો વિજિબિલિટી થઇ જતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી પહી છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસતાં ચોમાસા જેવા માહોલ જામ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે.
મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ, રોડ પર નદી વહેતી હોય તેવા સર્જાય દ્રશ્યો
મહેસાણાના વિજાપુરમાં પણ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા અહીં રોડ પર નદી વહેતી હોય તેટલું પાણી ભરાઇ ગયું. રસ્તા પાણી પાણી થઇ જતાં વાહન ચાલકો પરેશાન થયા હતા અને વીજાપુરમાં વરસાદના કારણે મુખ્ય રોડ ટીબી રોડ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું..
Unseasonal Rain: ગોંડલના કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં મરચા સહિતનો માલ પલળતાં નુકસાન
ગોંડલમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદ વરસતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ વેપારીઓની કપાસ,ડુંગળી,મરચા સહિતની જણસીઓ પલળી જતાં નુકસાન થયુ છે. જોકે કમોસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ખેડૂતોને માલ નહી લઈને આવવાની સૂચના આપી હતી. યાર્ડ સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું વેપારીઓ અણગણતા જણસીને ભારે નુકસાન થયું છે. યાર્ડમાં વેપારીઓના વ્યાપક પ્રમાણમાં મરચા પલળી ગયાના અહેવાલ છે.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો. રામોદ બગદાડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ પડતા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી .
Unseasonal Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણમાં પણ ખાબક્યો ધોધમાર વરસાદ
પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. રાધનપુર, કમાલપુર, સાથલી, અમીરપુરામાં વરસાદ...સાંતલપુરના વારાહી, અબીયાના, ગઢા સહિતના ગામોમાં માવઠું ભરશિયાળે વરસાદના કારણે શિયાળુ પાકના વાવેતર પર સંકટ ઉભું થયું છે.
Unseasonal Rain: બોટાદમાં કમોસમી વરસાદ, ભરશિયાળે ચોમાસા જેવો માહોલ
હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો.ઢસા, પા ટણા,પીપરડી,ગુંદાળાં,સમઢીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ..
Unseasonal Rain: રાજકોટ શહેર સહિત ગ્રામ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા
રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કરા પડ્યા. કરા સાથે વરસાદ પડતા જીરૂ,ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર ચોમાસા જેવો માહોલ છવાયો છે. રાજકોટમાં ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, થોરાળા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડતાં તાપમાનનો પારો ગગડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ.