(Source: ECI/ABP News/ABP Majha)
વેપારી પાસેથી લાંચ લેતા ઝડપાયેલા નાની તંબાડીના મહિલા સરપંચને કરાયા સસ્પેન્ડ, લાંચિયા પદાધિકારીઓમાં ફફડાટ
Valsad News: સરપંચ શિલ્પા ઉર્ફે સેવન્તાબેન મિતેશ પટેલને શો કોઝ નોટિસ પાઠવી જિલ્લા વિકાસ અધિકારીએ જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.
Gujarat News: સેલવાસમાં વેપારી પાસેથી લાંચ લેતા ઝડપાયેલા નાની તંબાડીના મહિલા સરપંચની હોદ્દા પરથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડના નાની તંબાડી ગામે સેલવાસની મહિલા દ્વારા દુકાન ભાડે રાખીને વેપાર કરવામાં આવતો હતો. મહિલા વેપારીએ ધંધા અર્થે લોન લેવાની હતી. જે માટે ગ્રામ પંચાયતના દાખલાની જરૂર હોવાથી મહિલા વેપારી દ્વારા નાની તંબાડીના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચ દ્વારા આ દાખલો કાઢવાની અવેજી પેટે ₹5,000 ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ વેપારી આપવા માંગતા ન હોવાથી એએસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવીને 28-10-2023ના રંગેહાથ લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર બાબતને લઈને તેમના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ પણ કરવામાં આવી હતી જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તારીખ 16-11- 2023 ના રોજ મહિલા સરપંચને હોદ્દા પર થી દુર કેમ કેમ નહીં કરવા તે અંગે નીતિવિષયક નિર્ણય લેવા માટે કારણદર્શક નોટીસ ફટકારી હતી જે બાદ મહિલા સરપંચ દ્વારા સમગ્ર બાબતે જ પોતાનો જવાબ લેખિતમાં રજૂઆત કર્યો હતો પરંતુ જવાબ સંતોષકારક ન રહેતા વલસાડના જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરુવાની દ્વારા નાની તંબાડી ગામના મહિલા સરપંચ શિલ્પા ઉર્ફે સેવંતાબેન મિતેશભાઈ પટેલની ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) હેઠળ આ ગુનાના કેસનો કોર્ટમાં આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અથવા સરપંચના હોદ્દાની અવધી પૂર્ણ થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કરવાનો હુકમ કર્યો હતો. કાર્યવાહી ને પગલે લાંચિયા પદાધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.