શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડી શકે છે? જાણો વિગત
12થી 15 જુનની વચ્ચે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. જામનગર જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થશે. રાજકોટ જિલ્લામાં આવેલ ભાદર ડેમ પણ ઓવરફ્લો થશે.
અમદાવાદ: આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવાની દરેક ગુજરાતીઓને આતુરતા છે. દરેક ક્ષેત્રે વરસાદ પર સંશોધન કરતાં આગાહીકારોએ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન આપી દીધું છે. વર્ષાવિજ્ઞાનના આગાહીકારોએ જણાવ્યું હતું કે, આ ચોમાસુ મધ્યમ રહેશે અને 6 જુલાઈથી ચોમાસુ સક્રિય થશે. તેમજ વરસાદનો બીજો રાઉન્ડ નબળો રહેશે અને પાછોતરો વરસાદ ખૂબ સારો રહેશે.
વરસાદનું અનુમાન કરતા જણાવ્યું હતું કે, 12થી 15 જુનની વચ્ચે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. જામનગર જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થશે જ્યારે રાજકોટ જિલ્લામાં આવેલ ભાદર ડેમ પણ આ વખતે ભરાશે. તેમજ આદ્રા નક્ષત્રમાં વાવણી થશે તથા અતિવૃષ્ટિ પણ થશે. હાથિયો ખૂબ સારી રીતે વરસશે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની કંઈ જરૂર નથી.
જૂનના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં એકી સાથે ખેડુતો વાવણી કરી શકશે. તેમજ જુલાઈમાં અતિવૃષ્ટિ થશે. જેથી તમામ આગાહીકારોના મંતવ્ય લઈ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કાઢેલા તારણ મુજબ 50% આગાહીકારો કહે છે કે વર્ષ ખૂબ સારું રહેશે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion