India Weather Update: અસહ્ય ગરમીનો અનુમાન, આ રાજ્યમાં હિટવેવની હવામાન વિભાગે કરી આગાહી
દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
India Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પૂર્વ રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદની પૂરેપૂરી શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક સ્થળોએ વરસાદ અથવા હિમવર્ષાની પણ આગાહી કરી છે.
આ રાજ્યોમાં ગરમી પરેશાન કરશે
IMD અનુસાર, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ અને મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં હિટવેવ
IMD અનુસાર આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં હિટવેવની આવવાની શક્યતા છે. હિટ વેવને ધ્યાનમાં રાખીને બાંદા, ચિત્રકૂટ, કૌશાંબી, પ્રયાગરાજ, ફતેહપુર, સોનભદ્ર, મિર્ઝાપુર, મથુરા, આગ્રા, ફિરોઝાબાદ, ઈટાવા, ઔરૈયા, જાલૌન, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચોમાસાને લઇને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કઇ તારીખે કેરલમાં પહોંચશે ચોમાસુ?
ગાંધીનગરઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ કેરલમાં મોડા પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ શુક્રવારે અંદમાન-નિકોબારના નાનકોવરી ટાપુ પર પહોંચી ગયું છે. જો કે, આ વર્ષે ચોમાસું મોડું ચાલી રહ્યું છે. કેમ કે, અંદમાન-નિકોબારમાં ચોમાસુ 16-17 મે ના જ પહોંચી જાય છે. આ કારણોસર કેરલમાં પણ ચોમાસું પહોંચવામાં 3 દિવસનું મોડું થઈ શકે છે.
સામાન્ય રીતે કેરલમાં 1 જૂને ચોમાસુ દસ્તક આપે છે. પરંતુ આ વર્ષે 4 જૂનના દસ્તક દઈ શકે છે. ગયા વર્ષે એટલે કે, 2022માં 29 મેના જ ચોમાસાએ કેરલમાં પધરામણી કરી હતી. તો વર્ષ 2021માં 1 જૂનના દસ્તક દીધી હતી.
હવામાન વિભાગે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. એવામાં આવનારુ ચોમાસું દેશના ખેડૂતો માટે પણ મદદરૂપ સાબિત થશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે વરસતા વરસાદ પર દેશની અડધી ખેતી નિર્ભર છે. તો ગુજરાતમાં હજુ પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.