શોધખોળ કરો
Advertisement
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 1 લાખ કરોડ રૂપિયા, જાણો નાણામંત્રીએ બીજી શું કરી મહત્વની જાહેરાત
કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ફરી એકવાર પત્રકાર પરીષદ કરી આર્થિક રાહત પેકેજ અંગે વધુ જાણકારી આપી હતી.
નવી દિલ્હી: કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ફરી એકવાર પત્રકાર પરીષદ કરી આર્થિક રાહત પેકેજ અંગે વધુ જાણકારી આપી હતી. આજે પશુપાલન, ખેતી, મત્સ્ય ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ માટે મહત્વના પેકેજની જાહેરાત કરી હતી. આજના પેકેજમાં ખેડૂતો પર વધુ ભાર આપવામાં આવ્યો છે.
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર મજબૂતી માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ સરકાર આપશે. કૃષિની અલગ-અલગ સંસ્થાઓને મદદ અપાશે. સ્થાનિક પ્રોડક્ટને વૈશ્વિક બનાવવા માટે 10 હજાર કરોડનું ભંડોળ અપાશે. લોકડાઉનમાં 74300 કરોડ રૂપિયાની કૃષિ-પ્રોડક્ટ ખરીદવામાં આવી.
ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 15 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. પશુઓને બીમારીથી બચાવવા માટે 13,343 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે.
જાન્યુઆરી 2020 સુધીમાં 1.5 કરોડ ગાય, ભેસોનું રસીકરણ કરવામાં આવ્યું છે, ગ્રીન ઝોનમાં આ કામ ચાલુ છે. જાનવરોનું રસીકરણ ન થતું હોવાને કારણે હાલ તેમને ફુટ એન્ડ માઉથ ડિસીસ થાય છે. જેના પગલે દૂધના ઉત્પાદન પર અસર પડે છે.
10 લાખ હેક્ટરમાં હર્બલ પાર્ક બનાવવામાં આવશે. જેમાં વિવિધ ઔષધીય પાકોની ખેતી કરવામાં આવશે. ઔષધીય પાકની ખેતી માટે વિશેષ લાભ થશે. ગંગા કિનારે એવા હજારો એકરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે.હર્બલ ખેતી માટે 4 હજાર કરોડ રૂપિયા ફાળવાશે.
ફૂડ એન્ટરપ્રાઈઝ માઈક્રો સાઈઝ માટે 10 હજાર કરોડ આપવામાં આવશે. જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement